બંદૂક ચેક કરવા જતા બંદૂકમાંથી ગોળી છૂટી: ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

વલસાડ
વલસાડ રેલ્વે આરપીએફ પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ ડ્યુટી પર જવા માટે બંદૂક ચેક કરી રહ્યા હતા ત્યારે અચાનક બંદૂકમાંથી ગોળી છુટતાં જ પોલીસ મથકમા ભારે દોડધામ મચી ગઇ હતી પણ આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને તપાસ ચાલુ કરી છે
‌ માહિતી પ્રાપ્ત અનુસાર વલસાડ રેલ્વે આરપીએફ પોલીસ માં સાંજે સાત વાગ્યે પોલીસ કર્મચારી ડ્યુટી પર જવાના હોય તે માટે વલસાડ આરપીએફ ના કોસ્ટેબલ અમરજીત જા ડ્યુટી પર જવા માટે પોલીસ કર્મચારીઓ સાથે બંદૂક ચેક કરી રહ્યા હતા ત્યારે અચાનક અમરજીત ઝા ની બંદૂકમાંથી ગોળી છુટતા પોલીસ મથકમાં ભારે દોડધામ મચી ગઇ હતી પોલીસ કર્મચારીઓ પણ જે રૂમમાં બંદૂક મૂકે તે રૂમમાં દોડી ગયા હતા કોઈને ગોળી મારી હોય એ રીતના પણ જાણવા મળ્યું કે બંદૂક રૂટિન ચેક કરતી વખતે બંદૂક માથીગોળી છૂટી હતી આ ઘટનામાં કોઇને ઇજા ન થઇ હતી પણ જેને લઇને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા જ્યારે રૂટિન ચેક કરતી વખતે બંદૂકમાંથી ગોળી છૂટી હોવાનું જાણવા મળ્યું છે પણ આ બાબતે ઉચ્ચ અધિકારીઓ તપાસ ચાલુ કરી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!