વલસાડ
વલસાડ જિલ્લામાં ધીરે ધીરે કોરોના કહેર ઘટી રહ્યું છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગ કામગીરી કરી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને લગ્નસરાના પ્રસંગોમાં કોવિડની ગાઈડ લાઈન સાથે 50 વ્યક્તિઓ વચ્ચે મનાવવાની છૂટ આપી છે. ત્યારે વલસાડના કોસંબા વિસ્તારમાં લગ્નના આગલા દિવસે વરરાજા અને તેના મિત્રો માસ્ક વગર નાચતા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, વલસાડ સીટી પોલીસ, ગામના સરપંચ સહિત તમામ અધિકારીઓ ઘટનાથી અજાણ છે.
વલસાડના કોસંબા વિસ્તારમાં કોરોના નાચ્યો હોવાની કૉમેન્ટ પાસ થતી સોશ્યલ મીડિયામાં જોવા મળી રહી છે. વલસાડના કોસંબા ખાતે લગ્ન માં કોરોના ગાઈડલાઇન્સનો સરેઆમ ભંગ થતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે. કોસંબા ગામના યુવાનોએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને જોતા લગ્નના આગલા દિવસે ડાન્સના કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. લગ્નમાં નાચતા એકય લોકોને નથી કોરોના નો ડર માસ્ક વિના તમામ લોકો નાચતા જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટના સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી.