વલસાડ
ધરમપુર ઓઝરપાડા ખાતે લગ્નના દિવસે વિવાદ થતા કન્યાએ કરેલ વરરાજા પર બળાત્કારની ફરિયાદના પ્રકરણમાં વરરાજાના પિતાએ વલસાડ ડીએસપીને લેખિત રજુઆત કરી ન્યાયની માંગ કરી છે. કન્યાએ વરરાજા સતીશ સામે દહેજ સહિત બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડના અટગામ પાટલાવાડી ફળિયાના સતીશ પટેલ અને ધરમપૂરના ઓઝરપાડા ધોધ ફળિયાની કન્યા સીમા( નામ બદલેલ છે ) સાથે રાજીખુશીથી લગ્ન નક્કી થયા હતા. ઉત્સાહપૂર્વક ચાંદલાની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ સતીશ અને સીમા (નામ બદલેલ) બન્ને પતિ પત્નીની જેમ સમાજમાં હરતાં ફરતા થયા હતા. સીમા અવાર નવાર અટગામ સતીશ ની ઘરે આવીને રહેતી હતી. લગ્ન ગ્રંથીથી જોડાવવાના હોવાથી ઘરના લોકોનો કોઈ રોકટોક ન હોવાનું સતીશના પિતા જણાવી રહ્યા છે. 25 મેં ના રોજ લગ્ન લેવાના હતા બન્ને લગ્ન ની તૈયારી માં હતા ત્યારે 24 મેં ની રાત્રે સતીશ અને સીમા ફોન પર વાત કરી રહ્યાં હતાં, તે સમયે સીમાનો ફોન તેનો ભાઈ પ્રશાંત ભાઈએ ઝપટી લઈ સતીશને જાન લઈને ન આવવા ધમકી આપી હતી. અને જો સતીશ જાન લઈ ને આવશે તો તેનો હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી જે વાત સતીશના ઘરના વડીલોને ખબર પડતાં જાન લઈ જવાના દિવસે સવારે સાત વાગ્યે ના સુમારે તેવો ઓઝરપાડા જઈ વાત જાણવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં તેમણે અપમાનિત થવું પડ્યું હતું. સીમાના ઘરનાઓએ લગ્ન કરવાની ઇનકાર કર્યા હોવાનું સતીશના પિતાએ જણાવ્યું હતું. પરંતુ બીજે દિવસે સતીશને ખબર પડી કે સીમાએ સતીશની વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે દહેજ માંગતા હોવાની સાથે સાથે બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી સતીશને જેલભેગો કરી દીધા હતા. જેથી ધરમપુર પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ સતીશના પિતા કાળીદાસભાઈએ કન્યા પક્ષના પ્રશાંતભાઈ સુરેશ ભાઈ પટેલ, અને પ્રશાંતના કાકા અમ્રતભાઈ, સવિતાબેન સુરેશભાઈ પટેલ તેમજ લગ્ન થવાના હતા તે કન્યા સીમા મળી ચાર સામે ડીએસપીને લેખિત રજુઆત કરી હતી. ડીએસપી રાજદીપસિંહઝાલા અન્ય તપાસમાં હોઈ કચેરીએ હાજર ન હોવાથી અરજદારોએ અરજી ડીવાયએસપી મનોજસિંહ ચાવડાને આપી હતી. તેમણે આ અરજી તપાસમાં મોકલી આપું છું એમ કહી અરજદારોને આશ્વાસન આપ્યું હતું.