કપરાડા
છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી થી લોકો પીડાય રહ્યો છે ત્યારે કેટલાક લોકોની નોકરી પણ છૂટી ગઈ છે અને કેટલાક લોકોને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે જ્યારે એ લોકોનું ઘર ચલાવવા ઘણૂ મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકો જેવા કે વિધવા બહેનો,વિકલાંગ , અંધ પરિવારો આર્થિક પરિસ્થિતિ નબળી હોય માન માન પોતાના ઘરમાં ચૂલો બાળી શકતા નથી તેવા પરિવારો મદદરૂપ થવા માટે કપરાડા વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ આગળ આવ્યા છે જેમાં કપરાડા તાલુકામા વર્ધા, મનાલા, રોહીયાળ,બુરલા, ઘોટણ, ચાવશાલા, દિક્ષલ સહિત ગામો આદિવાસી લોકોને 200 થી વઘૂ અનાજ ની કીટ તથા સેનેટાઈઝ માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું અને સામાજિક કાર્યકર્તા કિરણભાઈએ જણાવ્યું હતું કે કપડા વિસ્તારમાં એવા ગામો છે ત્યાં કેટલાક દિવસથી લોકોને ખાવાનું પણ મળ્યું નથી જેવા વિસ્તારોમાં અમે જઈને લોકોને કીટ આપી રહ્યા છે હજુ પણ લોકડાઉન પૂરું ન થશે ત્યાં સુધી લોકોને કીટ આપતા રહેશું સમાજ સેવા એ જ પ્રભુસેવા છે આમાં કીટ વિતરણ સામાજિક કાર્યકર્તા કિરણભોયા . દેવચંદ ભાઈ કનોજા , નારાયણભાઈ ભીમરા સહિત ના ઉપસ્થિત રહ્યા હતા