પંજાબ કિંગ્સનો આઇપીએલના ખેલાડી નિકોલસ પુરણે ગર્લફ્રેન્ડ મિગ્યુએલ કેથરીના સાથે લગ્ન કરી લીધા

બંને સ્કૂલના દોસ્ત છે અને જોત જોતામાં તેમના બાળપણની દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ

નવી દિલ્લીઃ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર હંમેશા ચર્ચામાં રહે છે. પોતાની રમતની સાથે સાથે તેમનો આક્રમક અંદાજ, તેમની બેફિક્રી બધાને પસંદ આવે છે. ક્રિસ ગેલ, ડ્વેન બ્રાવો તેમાંથી કેટલાંક નામ છે. પરંતુ એક ખેલાડી એવો છે, જે શાંત રહે છે. ઓછામાં ઓછો જોવામ મળે છે. તેનું નામ છે નિકોલસ પૂરણ. પૂરણ આઈપીએલમાં પંજાબ કિંગ્સ માટે રમે છે. આ IPLમાં તેને ભારતમાં રમતના કારણે નહીં પરંતુ બીજા કારણથી ચર્ચામાં લાવી દીધો છે. તેનું નામ છે કેથરીના મિગ્યુએલ. કેથરીના મિગ્યુએલ બીજું કોઈ નહીં પરંતુ તેની ગર્લફ્રેન્ડ છે. અને હવે તેણે તેની સાથે પ્રભુતામાં પગલાં પાડી દીધા છે.
એકબીજાના થયા નિકોલસ પૂરણે અને કેથરીના મિગ્યુએલ:
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરણે પોતાની મંગેતર કેથરીના મિગ્યુએલ સાથે લગ્ન કરી લીધા છે. પૂરણે તેની જાણકારી મંગળવારે સોશિયલ મીડિયા દ્વારા આપી. પૂરણે આઈપીએલ-2021માં પંજાબ કિંગ્સ તરફથી ભાગ લીધો હતો. પૂરણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નનો ફોટો શેર કરતાં લખ્યું કે જીસસે જીવનમાં મને અનેક વસ્તુથી નવાજ્યો. પરંતુ મારી જિંદગીમાં તારાથી વધારે કંઈપણ નથી. મિસ્ટર એન્ડ મિસેઝ પૂરણનું સ્વાગત કરો.
આઈપીએલ પછી ગયા વર્ષે કરી હતી સગાઈ:
નિકોલસ પૂરણ અને કેથરીનાએ ગયા વર્ષે નવેમ્બર 2020માં આઈપીએલ પછી સગાઈ કરી હતી. સગાઈ પછી પૂરણે ફોટો શેર કરતાં લખ્યું હતું કે ઈશ્વરે અમને એક મહાન આશીર્વાદ આપ્યા છે. મને આ જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે કેથરીના મિગ્યુએલ અને મેં સગાઈ કરી લીધી છે. લવ યૂ મિગ્ઝ. તુ મને મળી ગઈ છે કેથરીના.6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા:નિકોલસ અને કેથરીનાનું છેલ્લાં 6 વર્ષથી અફેર ચાલી રહ્યું છે. કેથરીનાનું બીજું એક નામ છે એલિસા મિગ્યુએલ. IPL-2020થી કેથરીના ચર્ચામાં આવી જ્યારે તે પૂરણને IPL મેચમાં ચીયર કરતી જોવા મળી.
ગેલ, પોલાર્ડ અને લોકેશ રાહુલે શુભેચ્છા આપી:પૂરણના સાથી ખેલાડી ક્રિસ ગેલ અને કિરોન પોલાર્ડ સહિત આઈપીએલ ફ્રેન્ચાઈઝીના અન્ય ખેલાડીઓ લોકેશ રાહુલ, મનદીપ સિંહે પણ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા આપી.
કેથરીના ગયા વર્ષે પૂરણ માટે ગઈ હતી યૂએઈ:આઈપીએલ 2020નું આયોજન યૂએઈમાં થયું હતું. તે દરમિયાન કેથરીનાને દુબઈ, શારજાહ અને અબુ ધાબી સ્ટેડિયમમાં ચીયર કરતી જોવા મળી હતી. પૂરણ અને કેથરીનાએ ક્યારેય પોતાની રિલેશનશીપને છૂપાવી ન હતી.સ્કૂલની મિત્રતા પ્રેમમાં પરિણમી:નિકોલસ અને કેથરીના બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરવામાં પાછળ હટતા નથી. બંને સ્કૂલના દોસ્ત છે અને જોત જોતામાં તેમના બાળપણની દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!