પતિ બન્યો હેવાન : પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ઠોકી ખીલી

દારુ પીને ઘરે આવે છે અને તેની સાથે ઝઘડો કરે છે. ત્યારબાદ મારા પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠોકી દીધી હતી

રામપુર : ઉતરપ્રદેશના રામપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યકિતએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠીકી હતી. માનવામાં આવી રહ્યું છે કે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. જેથી પતિ ખુબ જ ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી.આ ઘટના બાદ મહિલાએ પોતાના પતિ વિરુદ્ઘ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે ઘરેલુ વિવાદના પગલે પતિ દ્વારા તેની સાથે અભદ્રતા કરી અને ગુસ્સાાં પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠોકી દીધી હતી.પીડિતા તરફથી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. જોકે, આ ઘટનામાં વળાંક આવ્યો હતો. અનેક કલાકો સુધી પતિ પત્નીને સાથે બેસાડવામાં આવતા પતિ પત્ની વચ્ચે સમજૂતી થઈ હતી.
પીડિત મહિલાને જણાવ્યું કે તેનો પતિ દારુ પીને ઘરે આવે છે અને તેની સાથે ઝઘડો કરે છે. ત્યારબાદ મારા પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠોકી દીધી હતી. રાત્રે બાર વાગ્યે જયારે તેણે પોતાના માતા-પિતાને બૂમ પાડી. પરંતુ કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં.આ મામલામાં ક્ષેત્રાધિકારી મિલક શ્રીકાંત પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠોકી હતી મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ બંને પતિ પત્ની વચ્ચે સમજૂતી કરાવવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!