કપરાડા
વલસાડ જિલ્લાના કપરાડા ગામના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે એક હેન્ડપંપ પર ત્રણ હજાર લોકો જીંદગી નિર્ભર છે મહારાષ્ટ્ર સીમાડાનું ગામ માલઘર એક હેન્ડપંપ ઉપર મહિલાઓની કતાર લાગે છે . 24 કલાક બાદ પાણી ભરવા વારો આવે છે તેમાં પણ એક બેડું પાણી ભરાય છે જે બાબતે ગામજનોએ વારંવાર ધારાસભ્ય તથા વહીવટીતંત્ર રજૂઆત કર્યા બાદ પણ ગ્રામજનોની પાણીની સમસ્યા હલ નથી
ગુજરાતના છેવાડે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વલસાડ જિલ્લાના કપરાડાના માલઘર મૂળગામ ફળીયામાં ઉનાળાના અંતિમ દિવસમાં લોકોને પીવાના પાણી માટે 3000 લોકો પાર્ણી માટે વલખા મારી રહ્યા છે. જ્યારે પણ ચૂંટણીના પ્રચાર હોય કે પછી અન્ય કોઈ કાર્યક્રમ હોય જેમાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી કપરાડામાં કાર્યક્રમ કરવા આવતા હોય છે અને પાણી બાબતે ગામ જનોને મોટા મોટા વાયદા કરીને જતા રહેતા હોય છે આ બાબતે ગામના સરપંચ દતુંભાઈએ જણાવ્યું હતું ગામમાં 3000 હજાર લોકો 1995 સાલથી પાણીની સમસ્યા હજુ પણ કાયમ અકબંધ છે મૂળગામ ફળીયામાં એક માત્ર હેન્ડપંપ ઉપર ફેબ્રુઆરી માસ પૂર્ણ થતા માર્ચ આવતા જ પાણીની હાડમારી ચાલુ રહે છે . હેન્ડપંપ કુવા નદી તળાવ કે ચેકડેમ પાણીના સ્તર ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. કુવા અને હેન્ડપંપ ખાલી ખમ પડ્યા છે માલઘર ગામના મૂળગામ ફળીયામાં આવેલા એક માત્ર હેન્ડપંપ ઉનાળા દરમ્યાન ચાલુ રહે છે અને તેજ હેન્ડપંપ ઉપર મહિલાઓની લાંબી કતાર લાગી છે રાત દિવસ જાગરણ કર્યા બાદ એક બેડું પાણી ભરીને સંતોષ માનતી મહિલાઓ ઘરનું કામ કરે કે મજૂરી કરીને ગુજરાન ચલાવે માંડ ઘર ચલાવતી મહિલાઓ પાણીને લઈ ને લાચાર બની છે વર્ષોથી પાણીની સમસ્યા ઉભી છે ,પરંતુ તંત્ર કે નેતાઓ બોલીને જતા રહેતા હોય છે અને ઇલેક્શન આવે એટલે ફરી ગામમાં આટા ફેરા ચાલુ થઈ જાય છે અને વાયદાઓ કરતા જાય છે પણ એક પણ વાયદો પૂરો કરતા નથી