સરકારી કર્મચારીઓનુ વર્ક ફ્રોમ હોમ પૂર્ણ થયું: કોરોના કેસમા ઘટાડો થતા નિર્ણય
અમદાવાદ
કોરોના સંક્રમણના કારણે સરકારી કચેરીમાં ૫૦ ટકા કર્મચારીના નિયમને હવે બદલીને પૂર્ણ સંખ્યા હાજર રહીને કામગીરી શરૂ કરવાનો આદેશ કરાયો છે . સરકારી કર્મચારીઓનુ વર્ક ફ્રોમ હોમ પૂર્ણ થયું છે. હવેથી સરકારી કચેરીઓમાં ૧૦૦ ટકા હાજરી રહેશે. કોરોના કેસમા ઘટાડો થતા નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને લઇ ૫૦ ટકા સ્ટાફ સાથે કામગીરી ચાલતી હતી. દોઢ મહિનાથી વર્ક ફ્રોમ હોમની કામગીરી ચાલતી હતી. આ અંગે જીએડીના એસીએલ કમલ દયાણીએ પરિપત્ર જાહેર કર્યો છે.