ઉમરગામ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પંદર વર્ષની સગીરાને ૩ સંતાનનો પિતા પ્રેમ જાળમાં ફસાવીને તું મારી સાથે લગ્ન નહીં કરીશ તો હું મરી જઈશ કહીને સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતા જે અંગેની ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત થતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફળિયામાં રહેતી રશ્મી નામ બદલેલ છે તેમનો પરિચય મહેશ મંગલ દુબળા રહે દહાણુ સાવટાવા જિ.પાલઘરના સાથે થયો હતો. અને બંને રોજ ની મુલાકાત કરતા કરતા મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી ગઈ હતી અને મહેશ ત્રણ સંતાનનો પિતા હોવા છતાં સગીરાને અંધારામાં રાખી પ્રેમસંબંધ બાંધી પોતે કુંવારો છે તેમ કહી સગીરાને તારા વગર રહી નહીં શકુ,તારા વગર જીવવામાં કોઈ રસ નથી અને લગ્ન કરવા ઈચ્છુ છું,તથા તું મને નહીં મળે તો મારા જીવવાનો કોઈ મતલબ નથી. હું મરી જઈશ તેવી વાત કરી સગીરાને ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી તા.23/5/ 21ના રોજ સવારે આશરે 10 વાગ્યાના સગીરાને પોતાની બાઈક ઉપર બેસાડીને ભગાડી ગયો હતો જેથી સગીરાને પોતાના પરિવારજનોની શોધખોળ કરી હતી પણ ન મળતા હજી અંગે ઉમરગામ પોલીસ મથકે સગીરાની અપહરણની ફરિયાદ નોંધાવી છે અને જેની તપાસ ઉમરગામ પોલીસ મથકના PSI વી.એચ જાડેજાએ હાથ ધરી છે.