ધરમપુર
નવસર્જન સાહિત્ય વર્તુળ,ધરમપુર અને આરણ્યક ગોષ્ટિ, ધરમપુર દ્વારા છેલ્લા 17 વર્ષથી જે તે મહિનાના પાંચમા રવિવારે અનેક સાહિત્યને લગતા કાર્યક્રમો કરતા આવેલ છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોવિડ 19ની મહામારીના કારણે જાહેરમાં કાર્યક્રમો નહીં થઈ શક્યા પરંતુ ફોન ઉપર સાહિત્ય રસિકો અને ચર્ચાપત્રી એવા ધીરુભાઈ મેરાઈ, રાયસિંગભાઈ વળવી, દિનેશભાઇ વળવી, દયારામભાઈ લાડ, મોંતીદાદા, મા.ધરમુદાદા, સ્વ.ડો.રમણભાઈ પટેલ, સ્વ.ચંદ્રકાન્ત મિસ્ત્રી, સ્વ. જયદીપ દવે, અશોકભાઈ કલ્યાણી તથા બાબુભાઇ ચૌધરી, રાજેશ પટેલ, યોગેશભાઈ ભટ્ટ, મણિલાલભાઈ ભૂસારા તથા નીમેશભાઈ ગાંવીત અને અન્ય સાહિત્ય સર્જકો તથા સાહિત્ય રસિકો સાથે અવાર નવાર ચર્ચાઓ થતી હતી. આ કારણે સહુ સાથે સંપર્કમાં રહીને પાંચમા રવિવારની ચિંતામાં રહેતા અને પોતાના તરફથી દૈનિકપત્રો તથા અન્ય માધ્યમથી સાહિત્ય સર્જન કરતા હતા. આજે તા.30.5.2021 ના રોજ દરેક સાહિત્ય સર્જકો સાથે ચાલુ વર્ષમાં સદગત થયેલા સાહિત્ય રસિકો જેઓ પાંચમા રવિવારની સાહિત્ય યાત્રાના કાર્યક્રમ સાથે શરૂઆતથી સંકળાયેલ તથા અનેક કાર્યક્રમોમાં સહભાગી થયેલા સદગત એવા સ્વ.ડો. રમણભાઈ પટેલ,બારોલીયા જેઓનો સાથ અને સહકાર સદાય રહ્યો અનેક કાર્યક્રમોના યોજક, માર્ગદર્શક, સાહિત્ય યાત્રાના પથ દર્શક બન્યા હતાં. જેઓ કોરોના કાળમાં અકાળે સહુનો સાથ અને પરિવારનો સંગાથ નિભાવી અનંત યાત્રાએ નીકળી ગયા હતાં. બીજા સાહિત્યના સંગીતના પ્રેમી એવા સ્વ.ચંદ્રકાંતભાઈ મિસ્ત્રી-
,ખેરગામ જેઓ ખુબજ સાહસિક હતા. દરેક કાર્યક્રમોમાં સંગીતના વાદ્યો સંગાથે હાજર રહી કાર્યક્રમને શોભાવતા તેમને પણ સાહિત્ય વર્તુળે ખોયા છે તેમનું અમોને ખુબજ દુઃખ છે.ત્રીજા સાહિત્ય પ્રભાતના કાર્યકર્તા સ્વ.કવિ જયદીપભાઈ દવે ધરમપુરને નાની ઉંમરે ખોવાનો વારો આવ્યો હતો. સ્વ.શૈલેષભાઇ મેરાઈ, ધરમપુર સાહિત્ય યાત્રા સાથે શરૂઆતથી જ સંકળાયેલ હતા. તેઓ સાહિત્ય અને જ્યોતિષ વિજ્ઞાનના જાણીતા જ્યોતિષ તરીકે નાની ઉંમરમાં નામના પ્રાપ્ત કરી હતી. સ્વ.દિનેશભાઇ પટેલ, મરઘમાળ જેઓએ પ્રથમ વાર વિરનાયક નામનું પુસ્તક લખ્યું અને લેખક બન્યા, શિક્ષક બની આચાર્યની પોષ્ટ સુધી નાની ઉંમરમાં સેવા આપી. અને તેઓ પણ સાહિત્ય સર્જનની યાત્રા અધવચ્ચે છોડી ફાની દુનિયા છોડી ગયા.આ સાથે નામી અનામી ઘણા બધા જેઓએ આ કોરોનાની મહામારીમાં ઘર પરિવારનો સાથ છોડી સ્વર્ગવાસી ગયા છે. આ પ્રસંગે સહુએ પોતાના સસ્મરણો તાજા કરી સદગતોને ભાવભીની શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. નવસર્જન સાહિત્ય વર્તુળ અને આરણ્યક ગોષ્ટિ,ધરમપુર વતી સહુ સાહિત્ય રસિકો દ્વારા વર્ચ્યુલ સ્મરણાંજલી આપવામાં આવી હતી. સાથે સાહિત્ય વર્તુળના સદસ્યો સાથે વર્ચ્યુલ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.