વલસાડ જિલ્લામાં ધોરણ 12 ની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ તેયારી ચાલુ કરી દીધી

વલસાડઃ
આગામી તારીખ 1 જુલાઈના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ 12ની પરીક્ષાઓ માટેની તૈયારીઓ માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે અને તમામ તૈયારીઓ કરવામાં જોડાઈ ગયું છે. 1 જુલાઈના રોજથી covid-19ની મહામારીના સમયમાં નિયમોના પાલન સાથે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે અને તે માટે સંપૂર્ણ આયોજન વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ માટે કુલ 449 જેટલા બ્લોક્ બનાવવામાં આવ્યાં છે જ્યારે સામાન્ય પ્રવાહ ધોરણ 12 ની પરીક્ષા માટે 780 જેટલા બ્લોક બનાવાયાં છે. દરેક બ્લોક સીસીટીવી સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યો છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને. આ સાથે જ વલસાડ જિલ્લામાં દાદરા અને નગર હવેલી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે જોડાશે.દરેક વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ ચુસ્તપણે પાલન થાય તે માટેની પણ તકેદારી રાખવામાં આવશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 1 જુલાઈના રોજથી શરૂ થનારી ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2021 માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે.જે તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તે અંગે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કે. એફ. વસાવાએ વિગતવાર માહિતી આપી હતી. વિજ્ઞાન પ્રવાહમાં 8,946 વિદ્યાર્થી જ્યારે સામાન્ય પ્રવાહમાં 15,578 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
1 જુલાઈથી શરૂ થનારી બોર્ડની ધોરણ 12ની પરીક્ષા માટે વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી શરૂકોવિડ 19ના ચુસ્ત નિયમોના પાલન સાથે એક વર્ગ ખંડમાં 20 વિદ્યાર્થીની સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા વિજ્ઞાનપ્રવાહમાં કુલ 8,946 જયારે સામાન્ય પ્રવાહમાં 15,578 વિદ્યાર્થી પરીક્ષા આપશેધોરણ 10 માં નાપાસ થયેલ રીપીટર વિદ્યાર્થીની પણ પરીક્ષા લેવાશે
વલસાડઃ આગામી તારીખ 1 જુલાઈના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ 12ની પરીક્ષાઓ માટેની તૈયારીઓ માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે અને તમામ તૈયારીઓ કરવામાં જોડાઈ ગયું છે. 1 જુલાઈના રોજથી covid-19ની મહામારીના સમયમાં નિયમોના પાલન સાથે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે અને તે માટે સંપૂર્ણ આયોજન વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ માટે કુલ 449 જેટલા બ્લોક્ બનાવવામાં આવ્યાં છે જ્યારે સામાન્ય પ્રવાહ ધોરણ 12 ની પરીક્ષા માટે 780 જેટલા બ્લોક બનાવાયાં છે. દરેક બ્લોક સીસીટીવી સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યો છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને. આ સાથે જ વલસાડ જિલ્લામાં દાદરા અને નગર હવેલી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે જોડાશે.દરેક વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ ચુસ્તપણે પાલન થાય તે માટેની પણ તકેદારી રાખવામાં આવશેઆ પણ વાંચોઃ વાપી ટાઉનમાં બીજા દિવસે રીન્યુ સ્પામાં રેઇડકોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાની સાથે પરીક્ષાઓ લેવામાં આવશે

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કિશન વસાવાએ જણાવ્યું કે ગોવિંદની મહામારીમાં સરકારે જે રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. તેને જોતાં વલસાડ જિલ્લામાં પણ કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાની સાથે પરીક્ષાઓ લેવામાં આવશે અને જે માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરેક વર્ગખંડમાં (Corona Guidelines) સોશિયલ ડિસ્ટન્સ સાથે માત્ર 20ા વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે અને તે મુજબ જ બેઠક વ્યવસ્થાઓની ગોઠવણી કરાશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 8946 વિદ્યાર્થી પરીક્ષા આપશે

1 જુલાઈના રોજ શરૂ થનારી ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા માટે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 8,946 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ તમામ વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે જિલ્લામાં 36 બિલ્ડીંગ બનાવવામાં આવ્યાં છે. જેમાં 449 જેટલા બ્લોક બનાવાયા છે. આ દરેક બ્લોકમાં સીસીટીવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યાં છે તેમજ દરેક વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ ચુસ્તપણે પાલન થાય તે માટેની પણ તકેદારી રાખવામાં આવનાર છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 15, 578 વિદ્યાર્થી પરીક્ષા આપશે

વલસાડ જિલ્લામાં 1 જુલાઈના રોજથી શરૂ થનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે જિલ્લામાં કુલ 15,578 વિદ્યાર્થી નોંધાયા છે અને જિલ્લામા તેમની બેઠક વ્યવસ્થા માટે 45 બિલ્ડિંગમાં 780 જેટલા બ્લોક્ બનાવવામાં આવ્યા છે જેમાં તમામ બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવશે. મહત્વનું છે કે ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી સરકાર દ્વારા કોરોનાને કારણે પાસ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ ધોરણ 10માં નાપાસ થયેલા અને રીપીટર વિદ્યાર્થીઓ માટે પણ તારીખ 1ના રોજથી પરીક્ષાઓ લેવામાં આવનાર છે અને તે માટે પણ વિશેષ તૈયારીઓ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!