વાપી
વાપી ચર્ણોદ રહેતી ૨૪ વર્ષીય પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જે કેસમાં પરિણીત મહિલાના માતા એ સાસરીયા ના વિરોધમાં વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના ચર્ણોદ અલકનંદા એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ મુરજી ભાનુશાલી ઉંમર વર્ષ 24 તેમની પત્ની અનિતાએ ગુરુવારે પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જે અંગે વાપીમાં અકસ્માતનો ગુનો નોંધ્યો હતો પરીર્ણીતના માતા સાસરીયા પક્ષ ઉપર આક્ષેપ લગાવ્યો હતા કે મારી પુત્રી અનિતાને સાસરીયા પક્ષ દ્વારા માર મારીને માનસિક ત્રાસ આપતા હતા જેના કારણે આત્મહત્યા કરી હોવાના આક્ષેપો લગાવ્યા હતા.જેમા જેઠાણી રેખાબેન સુરેશ ભાનુશાલી અને સાસુ દમયંતિબેન ભાનુશાલી સવારે ઝઘડો કરીને પતિને ચઢામણી કરીને ત્રાસ અપાવતી હતી. આ અંગે અનિતાએ તેમની માતાને અનેક વખત ફરિયાદ કરી હતી. જોકે, સાસરિયા દ્વારા ત્રાસ આપવાનું બંધ ન કરાતા આખરે તેમણે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. ડુંગરા પોલીસે મૃતક માતાની ફરિયાદ લઈને જેઠાણી રેખાબેન, સાસુ દમયંતિબેન, જેઠ સુરેશભાઇ અને પતિ ભાવેશ ભાનુશાલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.