ગણદેવી-બીલીમોરા ફાયર ફાયટરોએ ચાર કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
નવસારી જિલ્લાના બીલીમોરા અંબિકા નદી દેવધા ડેમ કેચમેન્ટ માં શહેરનાં બાંગીયા ફળિયા માં રહેતો ૧૫ વર્ષીય તરુણ રવિવારે મિત્રો સાથે નાહવા ગયો હતો જે ડેમના પાણીમાં ગરક થતાં ચકચાર મચી હતી. ગણદેવી-બીલીમોરા ફાયર ફાયટરોએ ચાર કલાક ની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો.બીલીમોરા મીઠા કુવા બાંગીયા ફળીયા માં રહેતો અને ટાટા સ્કૂલના ધો.૯ માં અભ્યાસ કરતો સ્મિત ભરતભાઇ કુકણા(૧૫) કાળઝાળ ગરમી થી છુટકારો મેળવવા મિત્રો જોડે ત્રણેક કીમી દૂર દેવધા ડેમ માં ન્હાવા ગયો હતો. તે દરમિયાન સ્મિત ડેમના પાણીમાં ઘણો દૂર સુધી જતો રહ્યો હતો. જ્યાંથી પરત ફરતી વખતે ડેમના પાણીમાં ગરક થયો હતો. તે સાથે બચાવો નાં પોકારો ઉઠતા અફરાતફરી મચી હતી. દરમિયાન તેના મિત્રો અને તરવૈયા ઓએ તેને બચાવવાની કોશિશ કરી પણ તે વ્યર્થ નિવડી હતી. ગણદેવી અને બીલીમોરા નગરપાલિકા ની ફાયર ટીમ, લાશકરો દેવધા ડેમ ઉપર ધસી આવ્યા હતા. અને ચાર કલાકની જહેમત બાદ શોધી કાઢ્યો હતો. મૃતક સ્મિતના પિતા ભરતભાઈ છૂટક મજૂરી નું કામ કરે છે,તેની માતા હર્ષિતાબેન ઘરકામ કરે છે અને તેનો એક ૧૧ વર્ષ નો નાનો ભાઈ મોહિત હોવાનું જાણવા મળે છે. દેવધા ડેમ કેચમેન્ટ વિસ્તારમાં અઢી મીટર જેટલું ઊંડું પાણી છે. ડેમ ઉપર સિક્યુરિટી નો પણ અભાવ વર્તાઈ રહ્યો છે.