કસમ ખાવો કે હું થૂંકીશ નહીં: ગમે ત્યાં થુકવું પરિવારના મોતનું કારણ બની શકે: ડૉ.મુફ્તી

થુંકવાની આદત આપણા જ પરિવારના વ્યક્તિને ચેપ લગાડી શકે છે. અને આપણા પરિવારની બીમારી માટે ખુદ આપણે જવાબદાર બની જઈએ છીએ. ત્યારે વિશ્વ નો ટોબેકો દિવસે આપણે ક્યાંય પણ નહીં થુંકવાના સોગંધ લઈએ એ આપણા અને આપણા પરિવારના હિતમાં છે

વલસાડ

31 મે “વિશ્વ નો ટોબેકો દિવસે” વલસાડના જાણીતા ડેન્ટલ સર્જન ડો. નિલાક્ષ મુફ્તીએ ગમે ત્યાં થૂકવાથી કેવા ચોંકાવનારાં પરિણામો આવી શકે છે, તે અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે કોઈપણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ ન થુંકવાની કસમ ખાવા વિનંતી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જ્યારે તમાકુ અને સોપારીના સેવનથી મોંમાં મોટા પ્રમાણમાં લાળ આવે છે. અને એમાં વ્યક્તિને દાંતના રોગ જેવા કે પાયોરિયા હોય તો લાળનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને એને કારણે માણસ ગમે ત્યાં થૂંકે છે આ લાળ સાથે અનેક સૂક્ષ્મ જીવાણુઓ શરીરની બહાર ફેંકાય છે અને આજુબાજુના નિરોગી લોકોના શ્વાસમાં જાય છે. જેને કારણે ફેફસાંના અનેક પ્રકારના રોગો જેવા કે ટીબી ઉપરાંત હાલના સમયમાં સૌથી જોખમી બનેલો કોરોના ફેલાઇ છે.

ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, વલસાડ-વાપી બ્રાન્ચ અને ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, દમણ-સેલવાસ સ્ટેટ બ્રાન્ચ તથા ઓરલ સર્જન એસોસિએશન ગુજરાત બ્રાન્ચના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે વલસાડના ડો.નિલાક્ષ મુફ્તીએ વલસાડના તમામ નાગરિકને વિનંતી કરતા જણાવ્યું હતું કે દરેક નાગરિકે એટલે કે નહીં થુકવાના સોગંધ લેવા જોઈએ. આજે જ વલસાડના દરેક નાગરિકે કસમ ખાવી જોઈએ કે હું ક્યારેય પણ થુકીશ નહીં અને જાહેરમાં થુંકવાનું તો સદંતર બંધ કરીશ. આ માટે સરકાર દ્વારા તો કાયદા બનાવવામાં આવ્યા છે. પરંતુ આજે “વિશ્વ નો ટોબેકો દિવસ” ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર જનમાનસએ તેનું પાલન કરવું ખૂબ આવશ્યક બન્યું છે. આપણે જાણે અજાણે દિવાલના ખૂણામાં પાન માવા ખાઈને પિચકારી મારીએ છે, જે અનેક રોગો ફેલાવા માટેનું કારણ બની જાય છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ શૌચાલયમાં, સિનેમામાં, પબ્લિક પ્લેસ ઉપર ગમે ત્યાં થૂંકી આપણે બેદરકારી છતી કરીએ છે. પરંતુ આપણી આ બેદરકારી આપણા જ પરિવારના વ્યક્તિને ચેપ લગાડી શકે છે. અને આપણા પરિવારની બીમારી માટે ખુદ આપણે જવાબદાર બની જઈએ છીએ. ત્યારે 31 મે વિશ્વ નો ટોબેકો દિવસે આપણે ક્યાંય પણ નહીં થુંકવાના સોગંધ લઈએ એ આપણા અને આપણા પરિવારના હિતમાં છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!