વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક દારૂડિયો પિતા પોતાની પત્નીને માર મારીને ભગાડી મૂકયા બાદ પુત્રીના દારૂનો ધંધો કરાવતો હોય અને દારૂ પીને માર મારતો હોવાની ફરિયાદ જિલ્લા બાળ વિકાસ સમિતિને મળતાં તાત્કાલિક બંને બાળકીનું કાઉન્સિલિંગ હાથ ધરવામાં આવ્યું હતું
વલસાડ જિલ્લા CWC ટીમ સમક્ષ બંને બાળકીઓને લાવવામાં આવતાં તેમની આપવીતી સાંભળાવતાં CWCની ટીમ પણ ચોંકી ઊઠી હતી. બાળકીઓના જણાવ્યા મુજબ, એમના પિતા વાપીમાં કંપનીમાં નોકરી કરે છે રોજના દારૂ પીને આવીને માતાને માર મારતો હતો જેથી માતા પણ ઘર છોડીને ચાલી ગયા હતા રાત્રે પિતા દારૂના નશામાં ઘરે આવીને જમવાનું ન બનાવ્યું હોય તો માર મારતો હોવાની ફરિયાદ કરી હતી. નાની ફૂલ જેવી બાળકીઓને માર મારતા અને બાળકીઓને દારૂનો ધંધો કરવા માટે જણાવતો હતો જેથી ફરિયાદ મળ્યા બાદ પિતાને કાયદાના પાઠ ભણાવવા CWCની ટીમ સમક્ષ હાજર કરતાં તેની શાન ઠેકાણે આવી ગઈ હતી. અને બંને બાળકીઓ પણ પોતાના મોટા પપ્પા ના ઘરે રહેવા માટે જતા હોય ત્યારે પણ તેમના પિતાજીએ દારૂ પીને ત્યાં ઝઘડો કરતાં હતાં જેથી CWCની ટીમ દ્વારા બંને બાળકીઓને બાળગૃહમાં મોકલી આપવામાં આવી હતી, જ્યારે બાદમાં બાળકીઓને તેની મુંબઇ રહેતી ફોઈ સાચવવા તૈયાર થઈ હતી, જેથી બાળકીઓને એક માસ માટે CWCએ ફોઈને ત્યાં મુંબઇ મોકલવાનો નિર્ણય કર્યો હતો.