વલસાડ
વલસાડના છીપવાડ માં રહેતી એક આઘેડ મહિલાએ પોતાના પરિવારના જણાવેલ કે મોર્નિંગ વોક પર જવું છું કહીને ટેરેસ જઈને કોઈ અગમ્ય કારણોસર ટેરેસ પરથી નીચે પડતું મૂકી વિજવાયર થઈ ને નીચે જમીન પર પટકાયા હતા જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેને લઈને આજુબાજુના રહીશો તથા પોલીસ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિજપુરવઠો પણ ખોરવાઇ ગયો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ ના છીપવાડ ના દાણા બજાર વિસ્તારમાં આવેલા મોટીવીલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રૂમ ન.302 માં રહેતી મહિલા નયુબાઈ ગતારામ કુનમાંજી ઉ.વ 58 આજરોજ સવારે પરીવાર જનોને જર્ણાવેલ કે એપાર્ટમેન્ટ ના ટેરેસ મોનીગ વોક પર જવું છું કહીને ટેરેસ પર ગયા હતા ત્યારે ટેરેસ પરથી કોઈ અગમ્ય કારણોસર નીચે પડતું મુકતા વીજતાર પર પટકાયા બાદ જમીન પર પટકાતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મહિલા છેલ્લા ઘણા મહિના થી બીમારી થી પીડાતા હતા મહિલા ની બીમારી ના કારણે ઘણી વાર ચકર આવતા હોવાનું પરિવાર જનોએ જણાવ્યું હતું જે કારણે આજ રોજ મહિલાનું મોત નીપજ્યું હતું ઘટના ની જાણ વલસાડ સીટી પોલીસ તથા 108 ને થતા ઘટના સ્થળે પહોંચી ને મહિલાની ડેડબોડી એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને આ આત્મહત્યાના કારણે વલસાડના છીપવાડ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો કારણ કે મહિલા વિજના વાયર પરથી નીચે પટકાતા જેને લઇને વિજકંપનીના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિજપુરવઠા ચાલુ કરવા લાગી ગયા હતા જેયારે સિટી પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે પોલીસ માટે તપાસનો વિષય એ છે કે મહિલાએ ચક્કર આવવાથી પડી જતાં મોત થયું છે કે પછીપડતું મૂકીને મોત થયું છે તે તપાસમાં બહાર આવશે