વાપી
વાપી ચલા પીસી સ્પામાં રેડ પાડીને પોલીસે અગાઉ ૪ યુવતી અને ૩ ગ્રાહકોની ધરપકડ કર્યા બાદ વાપી પોલીસે ગુરૂવારે ફરી વાપી ચલા વિસ્તારમાં પંચરત્ન બિલ્ડીંગમાં પહેલા માળે આવેલ રીન્યુ સ્પા એન્ડ ફેમિલી નામની દુકાનમાં પોલીસે રેઇડ કરીને સલૂનના સંચાલક અને, એક ગ્રાહક અને મુંબઈની એક યુવતીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી પોલીસની ટીમે બુધવારે વાપી ચલામાં પીસલીલી સ્પા નામના સલૂનમાં રેઇડ કરી 4 યુવતી, સલૂનના મેનેજર અને 3 ગ્રાહકોની ઘરપકડ કરી હતી જે બાદ વાપી પોલીસની ટીમે ફરી ગુરૂવારના રોજ વાપી ચલા વિસ્તારમાં આવેલા પંચરત્ન બિલ્ડીંગમાં ચાલતા રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેઇડ કરી હતી. રીન્યુ સ્પા સલૂનમાંથી પણ પોલીસે સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષની યુવતી, સ્પાના સંચાલક એવા આતિષ બાલુ સેલાર અને ગ્રાહક તરીકે આવેલા આસિફ મુસ્તફા અજમેરી નામના વાપીના ઈસમની ઘરપકડ કરી હતી જ્યારે વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા-પાર્લર નહિ ખોલવાના હુકમના જાહેરનામા ભંગ બદલ IPC કલમ 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કોરોના કારમાં લોકો ફરવા નથી જઇ રહ્યા જેના કારણે લોકો કંટાળી રહ્યા છે જાહેર સ્થળો ફરવાના બનશે જેને લઇને વલસાડ જિલ્લાના કેટલાક લોકો વાપીમાં સ્પા ચાલતું હોય ત્યાં જઈને લોકો મોજશોખ કરી રહ્યા છે.