‌ વલસાડ રોલામા રેલવે પ્રોજેક્ટ અસરગ્રસ્તોને સાંભળ્યા વગર એ સર્વે શરૂ કરતા ગ્રામજનો એક કામ અટકાવ્યું

વલસાડ

વલસાડ નજીક ડુંગરી રોલા ગામે રેલવે બ્રિજ ફાટક નં.104 ઉપર ઓવરબ્રિજ માટે જમીન સંપાદન મુદ્દે ગ્રામજનો ખેડૂતોએ રેલવેના અધિકારીઓ દ્વારા થનારી માપણી કાર્યવાહીને અટકાવી વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપીને ખેડૂતોને વળતર અંગે સાંભ‌ળીને જ નિર્ણય લેવા માટે જણાવ્યું છે
વલસાડ નજીકના ડુંગરી ગામ ના સરપંચ ચિંતનભાઈ પટેલ ખેડૂત આગેવાન રૂપેશભાઈ પટેલે તથા ગ્રામજનો સાથે થઈને વલસાડ જિલ્લા કલેકટર આર આર રાવલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વલસાડ નજીકના ડુંગરી રોલા ગામેથી પસાર થતી રેલવે લાઇન ઉપર આવેલી રેલવેની ફાટક નં.104 ઉપર ઓવરબ્રિજ પ્રોજેકટ માટે લાઇનમાં આવતા ખેડૂતોની જમીન પાસેથી બાંધકામ થનાર છે.આ માટે સરકારે જમીન સંપાદન માટે ઇરાદો જાહેર કર્યો છે.આ અંગે ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિધિવત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ કાયદાકીય પ્રણાલિકા મુજબ આ વાંધાઓની સામે રૂબરૂ સુનાવણીની તક આપવામાં આવી ન હોવાની રાવ ખેડૂતોએ કરી છે.
આ પ્રોજેક્ટના સંદર્ભમાં અસરકર્તા ખેડૂતોને સાંભળ્યા વિના જમીન સંપાદન માટે માપણી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવતા ગામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો અને ગામજનો ને સાંભળો પછી જમીનો યોગ્ય વળતર આપવામાં આવે તે રીતે જણાવ્યું છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!