વલસાડ
વલસાડની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઇ જતાં હોસ્પિટલના તબીબ, તથા અન્ય કર્મચારીઓની અછતને પગલે સિવિલ હોસ્પીટલમાં મૃતદેહ ઢગલાઓ સાફ-સફાઈ જેવી વિકટ પરિસ્થિતિ ઉભી થતાં વલસાડની કેટલીક સેવાભાવી આર.એસ.એસ. સહિતની 8 થી વધુ સંસ્થાઓના સેવાભાવીઓ દ્વારા કોરોનાની ચિંતા પરવા કર્યા વગર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વોર્ડમાં તેમજ તેમના સ્વજનોને ભોજન, પાણી, સહિતની સેવા છેલ્લા 39 દિવસથી સેવાના કામો કરી માનવતા મહેકાવી રહ્યા હોવાનું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
વલસાડની ઝેનીથ ડોક્ટર હાઉસ તેમજ પારડી હોસ્પિટલના ડો. એમ. એમ. કુરેશી, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ કેપ્ટન અશોક પટેલ, અનાવિલ પરિવાર કૌશલ દેસાઈ, જૈન સોશ્યલ ગ્રુપ દિવ્યેશભાઈ ઝાટકીયા, આરએસએસ અને એબીવીપીના કાર્યકરો, માનવ આરોગ્ય ટ્રસ્ટ અને પતંજલી યોગ સમિતિના પ્રીતિબેન પાંડે, કોરોના ગ્રુપના નિલેશભાઈ અજાકીયા પારડી સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વલસાડ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, શ્રી જલારામ અન્નક્ષેત્ર યુવક મિત્ર મંડળ, સેવા મિત્ર મંડળ સહિત અન્ય મંડળ ના પ્રમુખોએ વલસાડ સિવિલ હોસ્પિટલ મા રાખવામાં આવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વલસાડ જિલ્લામાં કોરોના વાયરસ ની બીજી લહેર વધુ ઘાતક હોવાથી વલસાડ જિલ્લામાં કોરોનાવાયરસ ના દર્દીઓ માં ધરખમ વધારો થયો હતો. વાયરસ સંક્રમણમાં આવેલા દર્દીઓને વલસાડ સહિતની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટતા હોસ્પિટલમાં દર્દીઓને માટે એડમિશન, ઓક્સિજન. અને વેન્ટિલેટર નહિ હોવાના કારણે ભારે તકલીફ પડી હતી. તો બીજી તરફ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ઓછો અને દર્દીઓનો વધુ હોવાથી તેઓ મેનેજ કરી શકતા ન હતા. વલસાડ જિલ્લા કલેકટર આર.આર. રાવલ એ વલસાડની તમામ સેવાભાવી સંસ્થાઓને મદદ માટે પહેલ કરી હતી. જેથી વલસાડની તમામ સંસ્થાઓએ કલેકટર જોડે મિટિંગ કર્યા બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ નો વિવિધ સંસ્થાઓ ચિતાર જોતાં ચોંકી ઊઠયા હતા અને આયોજન બદ્ધ કામ કરવા મંડી પડ્યા હતા. ઉમિયા સોશિયલ ગ્રુપ કેપ્ટન અશોકભાઈ પટેલ, ગો કોરોના ગો ના કોરોના ગ્રુપના નિલેશભાઈ અજાકિયા, વલસાડની ઝેનીથ ડોક્ટર હાઉસના ડો. એમ.એમ કુરેશી, તથા તમામ સેવાભાવી કાર્યકરોએ પ્લાનિંગથી કામો કરવાનું આયોજન કર્યું હતું. જેમાં પારડી અને વલસાડ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર્દીઓને રજેરજની માહિતી મળે તે માટે ટેકનિકલ સહયોગ આપવા માટે બે કોમ્પ્યુટર ડેટા બનાવ્યા, દર્દીઓને દવા ભોજન પાણી બોટલો સહિતની ચીજવસ્તુઓ સમયસર મળી રહે તેવા આશય સાથે શરૂ કરાયેલી સેવા આશરે 12,000 જમવાની ડીશ તથા 30,000 પાણીની બોટલો, સ્ટેચર, રેફ્રિજરેટર, વેન્ટિલેટર સહિતની સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમના સ્વજનો માટે ચા નાસ્તો પાણી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા હોસ્પિટલના ફરજ બજાવતા વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે વ્યક્તિ ગત100 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં પણ આવ્યું હતું. કોરોનાવાયરસનું નામ સાંભળતા જ લોકોના હાથ-પગ ધ્રૂજવા મારતા હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડેન્જર ઝોન તરીકે ગણાતા એવા કોવિડ રૂમમાં વલસાડની આર.એસ.એસ અને એબીવીપીના કાર્યકરો કીટ પહેરી દર્દીઓને ભોજન તેમજ અન્ય ચીજવસ્તુઓ બેડ સુધી પહોંચાડતા હતા. હોસ્પિટલના દર્દીઓને મનોરંજન માટે મ્યુઝિકની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.