પારડીમાં પત્ની સાથે રંગરેલીયા માણતા ઝડપાયેલા પ્રેમીને અર્ધનગ્ન હાલતમાં થાંભલે બાંધી માર મરાયો

પતિએ પત્ની અને પ્રેમીને એક સાથે અર્ધ નગ્ન જોઈ જતા, ગુસ્સે થઈ બંનેને અર્ધનગ્ન હાલતમાં જ ઘરમાંથી બહાર લાવી બાંધ્યા અને માર માર્યો. પોલીસે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા
પારડી
પરણેતર સંબંધો ઘણી વખત ગંભીર સમસ્યા ઊભી કરે છે તેનો દર્દનાક કિસ્સો બહાર આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડીના એક ગામમાં પત્ની પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હતી, ત્યારે પતિએ રંગેહાથ ઝડપી લેતા મામલો બીચક્યો હતો. આ ઘટનામાં પતિએ પત્ની અને તેના પ્રેમીને ઢોર માર મારી પોલીસના હવાલે કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતા પરિવારમાં પત્નીના અવૈધ સંબંધથી ભારે હોબાળો મચી ગયો હતો. પતિ ઘરેથી બહાર જતા પત્નીએ પ્રેમીને મળવા બોલાવ્યો અને પછી જે થયું તેનાથી પત્ની પણ ચોંકી ગઈ. પતિને શંકા હોવાથી પાછો આવ્યો અને તેણે પત્ની અને પ્રેમીને એક સાથે જોઈ જતા, ગુસ્સે થઈ બંનેને અર્ધનગ્ન હાલતમાં જ ઘરમાંથી બહાર લાવી બાંધ્યા અને માર માર્યો છે, આ મામલે પોલીસે મામલો હાથમાં લઈ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતી બે સંતાનની માતા અને કાકડકોપર બારી ફળિયામાં રહેતો મુકેશભાઈ સુરેશભાઈ વચ્ચે આંખ મળી ગઈ હતી, જોકે બંન્ને પ્રેમીપંખીડાઓએ કરેલ મિલનનો વાયદો નિભાવવા આજરોજ સવારે બાલચોંઢી ગામ ખાતે પોહચ્યાં હતા, જે અંગેની જાણ મહિલાના પતિ મંગુભાઈ રમેશભાઈને થતાં તેઓએ વોચ ગોઠવી બંન્ને પ્રેમીપંખીડાઓને રાસલીલા કરતાં ઝડપી લીધા હતા, જોકે બંન્ને પ્રેમીપંખીડાઓએ મંગુભાઈ રમેશભાઈને જોઈ હોંશ ઉડી ગયા હતા, ગુસ્સે ભરાયેલા મહિલાના પતિ મંગુભાઈ રમેશભાઈએ બંન્ને પ્રેમીપંખીડાઓને પોતાના ઘરે ચીવલ દાદરી ફળિયા ખાતે લાવી બાંધી ઢોર માર માર્યો હતો, જોકે ત્યારબાદ 108 મારફતે મહિલાને નાનાપોંઢાની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પત્ની પણ બે સંતાનની માતા છે અને પ્રેમી પણ બે સંતાનનો પિતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રેમીના અર્ધ નગ્ન હાલતના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો હાથ પર લઈ ઈજાગ્રસ્ત પત્ની અને તેના પ્રેમીને પ્રથમ સારવાર માટે ખસેડ્યા હતા, અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!