વલસાડ તિથલ દરિયા કિનારેથી બે દિવસમાં ૭:લાશો મળી આવી 

વલસાડ
 મુંબઈમાં ડૂબેલા જહાજના  કૂ મેમ્બરોની ગઈકાલે વલસાડના દરિયાકિનારેથી 4 જેટલી લાશો મળી આવ્યા બાદ આજરોજ વલસાડના મગોદ ડુંગરી અને તિથલ સાઈબાબા મંદિર દરિયાકિનારે થી વધુ 3 લાશો મળી આવતા વલસાડ સીટી પોલીસ દોડતી થઇ ગઇ હતી. વલસાડ ના  દરિયાકિનારેથી બે દિવસમાં ૭ જેટલી  લાશો મળી આવી હતી. 

 6 દિવસ અગાઉ તૌકતે નામનું વાવાઝોડું એ  વિનાશ વેર્યો છે. ત્યારે આ વાવાઝોડું એ મુંબઇથી 175 કિમી દુર દરિયામાં એક જંગી જહાજ બાર્જ 305 ડુબી ગયું હતુ. જહાજ ડૂબી જતા ક્રૂ મેમ્બરો દરિયાનાં ઉછળતાં મોજાની લપેટમાં આવી ગયા હતા. ગઈકાલે વલસાડ નજીકના તિથલ દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિર કિનારેથી 3 લાશો મળી આવી હતી. જ્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં દાંડી ભાગલ  ગામે દરિયાકિનારે થી 1 લાશ  મળી કુલ 4 મળી આવતા જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા ચાવડા સિટી પી.આઈ. મોરી તથા પોલીસ કર્મચારીઓનો સાથે ધસી ગયા હતા. ક્રૂ મેમ્બરો ની લાશ ફુલીગઈ હોવાથી તેને બહાર કાઢવી મુશ્કેલ બની હતી. ઘટનાની જાણ થતાં તિથલ ગામના સરપંચ, ડેપ્યુટી  સરપંચ, કોસંબા ગામ ના યુવાનો મૃતદેહો બહાર કરવા દોડી આવ્યા હતા. 4 મૃતદેહોને  વલસાડની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. જ્યારે આજરોજ  વલસાડ ના તિથલ ગામે સાંઈબાબા મંદિર સામે દરિયાકિનારેથી વહેલી સવારે 2 લાશો મળી આવી હતી. તો  વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામ ના દરિયા કિનારેથી 1 લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસનો કાફલો તેમજ  વલસાડ ડુંગરી પોલીસનો કાફલો ધસી ગયો હતો. પોલીસને વલસાડના કાંઠા વિસ્તારના તિથલ દરિયા કિનારેથી એક કાળા કલરની બેગ મળી આવી હતી. જેમાંથી એક પાસપોર્ટ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. વલસાડના દરિયાકાંઠેથી બે દિવસમાં ૭ જેટલી લાશો મળી આવી હતી. વલસાડના કાંઠા વિસ્તારના તિથલ દરિયા કિનારેથી એક કાળા કલરની બેગ મળી આવી હતી. જેમાંથી એક પાસપોર્ટ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. વલસાડના દરિયાકાંઠેથી બે દિવસમાં ૭ જેટલી લાશો મળી આવી હતી. વલસાડ સીટી પોલીસે બે કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે તિથલના દરિયામાં હજુ પણ કુ મેમ્બરો લાશ હોય તેમને શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!