વલસાડ
વલસાડ નગરપાલિકા હસ્તક આવેલ મોગરાવાડી રેલવે ગરનાળું નંબર 329 રેલવે તંત્ર દ્વારા બંધ કરવાની તજવીજ હાથ ધરતા આજરોજ રેલવેેે અધિકારી, વલસાડ પ્રાંત અધિકારી, પાલિકા ચીફ ઓફિસર એ ગરનાળા નું રક્ષણ કર્યું હતું. રેલવે ઞરનાળુ બંધ થાય તો હજારો લોકોનેે ભારે તકલીફ અને હાલાકી વેઠવી પડતી હોય જે અંગે પાલિકાના સભ્યોએ રજુઆત કરી હતી.
વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા મોગરાવાડી અબ્રામા વિસ્તારમાં એક લાખથી વધુ લોકો વસવાટ કરે છે. પારડી સાંઢપોર, અબ્રામા અને મોગરાવાડી, વિસ્તારમાં લોકો મોગરાવાડી રેલવે ગરનાળા બ્રિજના નંબર ૩૨૯ માંથી લોકો રાતદિવસ અવર-જવર કરતાં હોય છે. મોગરાવાડી રેલવે ગરનાળા માંથી વિસ્તારના રહીશો, બાઈક, મોપેડ, રીક્ષા કાર કે અન્ય નાના ટેમ્પા જેવા નાના વાહનો અવર જવર કરે છે. વેસ્ટન રેલ્વે સેફટી ડિપાર્ટમેન્ટની મળેલી ગત તારીખ 23 અને 24 માર્ચ 2021 ના રોજ મળેલી મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડ મોગરાવાડી રેલવે ગરનાળા બ્રિજ નંબર 329 માંથી પસાર થતા નાના વાહનોના બંધ કરવાનો પરિપત્ર રેલવે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. મોગરાવાડી રેલવે ગરનાળું બંધ થવાની રેલવે તંત્ર દ્વારા હલચલ કરતા વિસ્તારમાં રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજરોજ વલસાડ ના પ્રાંત અધિકારી નિલેશભાઈ કુકડીયા, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર વસાવા, વલસાડ રેલવે સિનિયર સેક્સન એન્જિનિયર સહિતના અધિકારીઓએ મોગરાવાડી રેલવે ગરનાળા નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ કરવા આવેલા અધિકારીઓને રહીશોએ અને પાલિકા સભ્ય ગિરિશભાઇ દેસાઇ, ઝાકીરભાઇ પઠાણ, સંજયભાઈ ચૌહાણ રાજુભાઈ મરચાં એ જણાવ્યું કે રેલવે ગરનાળામાંથી વર્ષોથી લોકોની અવરજવર થતી હોય છે આ રેલવે ગરનાળા બંધ કરવામાં આવે તો લોકોએ ૩ થી ૫ કિલોમીટર ચકરાવો કરવો પડશે. જેથી આ રેલ્વે ગરનાળુ ચાલુ રાખવા માટે જણાવ્યું હતું જ્યારે રેલવે અધિકારીઓ પણ સાથ સહકાર આપ્યો હતો અને ગરનાળુ બંધ થવા પહેલા કોઈ અન્ય રસ્તો કાઢશે ત્યારબાદ ઞરનાળુ બંધ કરશે તેવું જણાવ્યું હતુંજણાવ્યું હતું