બાળકોમાં પણ બ્લેક ફંગસનો ખતરો ગુજરાતમાં 13 વર્ષના બાળકને ચેપ

ગુજરાત સહિત દેશમાં બ્લેક ફંગસનો ગંભીર રોગ એક નવી સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે. અને લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. વૃદ્ધો પછી, આ કાળી ફૂગ બાળકોમાં પણ દેખા દેતા લોકોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવે અમદાવાદમાં 13 વર્ષીય બાળકમાં મ્યુકોરમાઇકોસીસનો મામલો સામે આવ્યો છે.
ગુજરાતના અમદાવાદમાં 13 વર્ષના બાળકમાં બ્લેક ફંગસનો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે અમદાવાદમાં એપલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં બાળકમાં મ્યુકરમાયકોસીસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 13 વર્ષના બાળકમાં ફૂગનો આ પહેલો કેસ છે. બાળક અગાઉ કોરોના પોઝિટિવ બન્યું હતું. બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી, જેના કારણે તેનું મોત પણ નીપજ્યું હતું.  13 વર્ષના બાળકમાં મુકોરમાઇકોસીસ રોગ દેખાતા વાલીઓની ચિંતા વધારી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!