વલસાડ ખાતે સાતમાં ‘જન ઔષધિ દિન’ની ઉજવણી કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
ભારત સરકાર દ્વારા જેનરિક દવાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી દવાઓની કિંમત કોઈપણ વ્યક્તિની સારવારમાં અડચણ ન બને અને શક્ય હોય ત્યાં સુધી જરૂરી દવાઓ દરેક વ્યક્તિ સુધી ઉપલબ્ધ રહે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ માર્ચને “જન ઔષધિ દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કર્યા બાદ તા.૦૭ માર્ચ, ૨૦૧૯ના દિને સૌપ્રથમ જન ઔષધિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને વલસાડ આરોગ્ય શાખા દ્વારા ૭માં ‘જન ઔષધિ’ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

જન ઔષધિ કેન્દ્રો પર ૫૦% થી ૯૦% સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. જેથી દવાઓ સસ્તી મળી રહે અને કોઈ દવાઓથી વંચિત રહી ન જાય તેવા સંકલ્પ સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતીના અધ્યક્ષ શ્રીમતી કલ્પનાબેન આર. પટેલ, સભ્યશ્રી, જિલ્લા પંચાયત સભ્યો અનુક્રમે શ્રીમતી રંજનબેન પી. પટેલ, શ્રીમતી મીત્તલબેન જી. પટેલ, શ્રીમતી શર્મિષ્ઠાબેન પી. ઘાટલ, વિનયભાઈ એ ઘોડી, સી.ડી.એચ.ઓ ડૉ.એ.કે.સીંઘએ., ડી.એચ.ઓ. ડૉ.એચ.પી.સીંઘઈ, એમ.ઓ ડૉ..મનોજ પટેલ અને ડી.એમ.ઓ ડૉ.વિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!