ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા પાટડી તાલુકામાં ડુમલાવ ગામે પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન ચીવલ, ખેરલાવ, મોટા વાઘછીપા તેમજ તરમાલીયા ગામના ખેડૂતો જોડાયા હતા.
આ પ્રવાસ પ્રાકૃતિક ખેતીના સંદર્ભે રોહિતભાઈ રામુભાઈ પટેલના મોડલ ફોર્મ પર યોજાયો હતો. જેમાં પારડી તાલુકાના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર હેમાક્ષીબેન ટંડેલ હાજર રહ્યા હતા તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનર અને પ્રાકૃતિક કૃષિના તાલુકા સંયોજક રોહિતભાઈ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.