ગુજરાત એલર્ટ | વલસાડ
બાગાયતી વિભાગની યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે માટે ઉમરગામ તાલુકાના અંકલાસ ગામે તા. ૧૬/૦૧/૨૦૨૫ના રોજ મણીબા પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર – અંકલાસ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉમરગામ તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી માટેનો સેમિનાર રાખવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં મણીબા પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્રના એઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલ અને જોઈન્ટ ડિરેક્ટર શ્રી કાંતિલાલ પટેલે પ્રાકૃતિક ખેતી વિશે તાલુકાનાં ખેડૂતોને ખુબ જ ઉપયોગી માહિતી પુરી પાડી પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ઉમરગામ તાલુકા સંગઠનના પ્રમુખ ડૉ.નિરવ શાહ, ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના તુષારભાઈ ગાવિત, તાલુકા સંગઠનના યુવા મોરચાના મહામંત્રી જયદીપ પટેલ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.