ગુજરાત એલર્ટ | વલસાડ
ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન વલસાડના પ્રમુખ તરીકે વલસાડના પ્રોસ્ટોડેન્ટીસ્ટ અને ઇમ્પ્લાન્ટના સ્પેશ્યાલિસ્ટ ડો. સિદ્ધાર્થ દેસાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ વલસાડમાં 15 વર્ષથી કાર્યરત છે.
એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે વલસાડનાં સિનિયર ડેન્ટીસ્ટ ડો. ભૈરવી જોષી અને ડો. શ્વેતા પટેલ, સેક્રેટરી તરીકે ડો. મંથન પટેલ અને ટ્રેઝરર તરીકે વાપીના ડો. આનંદ દેસાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
વલસાડ-વાપી ડેન્ટલ એસોસિએશનની ઇન્સ્ટોલેશન સેરેમની ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વલસાડના પ્રેસિડન્ટ ડો. નિશિત પટેલના અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમણે ડો. સિદ્ધાર્થને નવા પ્રેસિડન્ટ તરીકે આવકાર્યા હતા. ડો. સિદ્ધાર્થ વલસાડના જનરલ ફિઝિશ્યન ડો. જનકભાઈ દેસાઈ અને ગાયનેકોલોજિસ્ટ ડો. આશાબેન દેસાઈના પુત્ર છે. તેમના ધર્મપત્ની ડો. ગુરપ્રિત કાજલા દેસાઈ પણ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે.
પ્રમુખ પદ સંભાળ્યા બાદ ડો. સિદ્ધાર્થ દેસાઇએ વલસાડ જિલ્લામાં નવા આવતા ડેન્ટીસ્ટોને સપોર્ટ માટે એક કમિટીનું ગઠન કરવાની વાત કહી હતી. તેમજ તેમણે જાહેર આરોગ્ય માટે વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં એસોસિએશનના વરિષ્ઠથી લઇ યુવા ડેન્ટીસ્ટો સાથે કેમ્પ કરવાની વાત પણ કરી હતી.
ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દાંતની સારવારમાં નવા નવા રિસર્ચ કરતી રહેતી હોય છે. દરેક જિલ્લામાં તેમનું એસોસિએશન છે. જેઓ ડેન્ટીસ્ટોને એક તાંતણે બાંધવાનું કાર્ય કરે છે અને જાહેર આરોગ્ય માટે પોતાની સામાજીક જવાબદારી પણ નિભાવે છે.