ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વાપી તાલુકાના કરાયા ગામ ખાતે જિલ્લાના તમામ ખેતીવાડીનો સ્ટાફ, ફાર્મર માસ્ટર ટ્રેનર અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પરાગભાઈના મોડલ ફોર્મની મુલાકાત કરાવી હતી.
આ મુલાકાત વેળા જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણ ગરાસિયા અને આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર ધિરેન પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.