ગુજરાત એલર્ટ | વલસાડ
પી પી સવાણી સીએફઇ દ્વારા વલસાડમાં લેવામાં આવી પી બેટ એક્ઝામ. જે એક એજ્યુકેશન મોટીવેશનલ ઇવેન્ટ હતી. જેમાં વલસાડના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ બતાવ્યો અને એક્ઝામ દરમિયાન કોટાના મોટા સ્પીકર શ્રી ગૌરવ યાદવ દ્વારા, આ ઇવેન્ટમાં માત્ર એક્ઝામ નહીં તો વલસાડના વિદ્યાર્થીઓનું કેરિયર પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વલસાડના વિદ્યાર્થીઓ કેવી રીતે જે ડબલ ઇ-નીટ જેવી નેશનલ લેવલની એક્ઝામ ક્રેક કરીને પી પી સવાણી સીએફીથી માઈક્રોસોફ્ટ, google, ઓરેકલ જેવી મોટી કંપનીમાં કેવી રીતે જોબ પર લાગીને મોટા પેકેજીસમાં સેટ થાય એના પર માર્ગદર્શન કર્યું હતું.
આ એજ્યુકેશન 300 જેટલા વલસાડનાં વિદ્યાર્થીઓ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. સ્કોલરશીપ તો આપી જ અને દસમાના જે બાળકોને અભ્યાસમાં મદદરૂપે bmw વર્કશોપ આપવામાં આવ્યો હતો.
જેમાં પીપીસવાની સીએફી સુરત ખાતે વિદ્યાર્થીનું રહેવાનું, જમવાનું અને અભ્યાસનો ખર્ચો પીપીસવાની દ્વારા કરવામાં આવશે. ઉપરાંત આ વર્કશોપમાં એક્સપર્ટ દ્વારા ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.