ગુજરાત એલર્ટ | વલસાડ
રોડ સેફ્ટી મંથ 2025 અંતર્ગત વલસાડ આરટીઓ દ્વારા વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વલસાડ આરટીઓ વલસાડ, જિલ્લા ટ્રાફિક પોલીસ, પારડી પોલીસ સ્ટેશન, લાયન્સ ક્લબ પારડી અને NHAI ના સંયુક્ત ઉપક્રમે બગવાડા ટોલ પ્લાઝા ઉપર ડ્રાઇવર ભાઈઓ બહેનો માટે આઈ ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ આરટીઓ દ્વારા રોડ સેફટી મંથ અંતર્ગત નેશનલ હાઈવે નં. 48 ઉપરથી પસાર થતા માલવાહક વાહનો ઉપર રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરીનું આયોજન કરાયું હતું.