ધરમપુરમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે યોજાયેલ યુવારેલી અને યુવા સંમેલનમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની 163 મી જન્મજયંતી(રાષ્ટ્રીય યુવાદિન) નિમિત્તે આયોજિત યુવારેલી અને યુવા સંમેલનમાં રવિવારની રજા હોવા હતા ધરમપુર નગર અને આસપાસની તાલુકાની વિવિધ શાળા-મહાશાળાનાં 1200 થી વધુ શાળા અને મહાશાળાના વિધાર્થીમિત્રોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

સવારે ૮.૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે રવિવારની રજા હોવા છતાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેતા તમામ શાળા પરિવારને અભિનંદન આપી રાષ્ટ્રીય આદર્શ “ત્યાગ અને સેવા” નાં આદર્શને જીવનમાં આપનાવા અનુરોધ કર્યો હતો બાદ ઉપસ્થિત યુવાનો યુવારેલી રૂપે નગરના પ્રભુફળિયા, મોટાબજાર, ટાવર, ગાંધી બાગ, દશોન્દી ફળિયા, ડો હેડગેવાર ચોક, ગાર્ડનરોડ, એસટી ડેપો રોડ, જેલરોડ લક્ષ્મી નારાયણ મંદિર પરિસરમાં પછી ફરી હતી આ રેલીમાં ઉપસ્થિત યુવાનોએ આખા રસ્તે સ્વામી વિવેકાનંદજી અને ભારતમાતાનો જયજયકાર કરી સમગ્ર નગરને વિવેકાનંદમય કરી મૂક્યું હતું.

લક્ષ્મીનારાયણ પરિસર ખાતે આયોજીત યુવા સંમેલનમાં જાણીતા સાહિત્યકાર અને લેખક જયભાઈ વશીએ જણાવ્યું કે આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદજીના આદર્શોને પોતાના જીવનમાં આપનાવવા જોઈએ, યુવાનો જ ભારતનું ભવિષ્ય છે પરંતુ વિડંબણા એ છે કે આજનો યુવાનો ક્યાંક ભટકી ગયા છે અને છ ઇંચમાં મોબાઈલમાં પોતાની જિંદગી પુરી કરી રહ્યા છે, ચોંકાવનારા આંકડા પ્રમાણે મોબાઈલમાં ઘાતક એવી પબજી અને ફ્રી-ફાયર જેવી ગેઇમ રમવામાં ભારત આખા વિશ્વમાં બીજા નંબરે આવૅ છે, આપણે વિવેકાનંદજીના હૃદય અને નાભિમાંથી નીકળેલા સંદેશને ઝીલવાનું ભૂલી ગયા છે, “સાંજ પડે અને નવો વિચાર જ નહિ આવે એ યુવાન કહેવાય નહિ” એમ કહી યુવાનોને વિવેકાનંદજીના મુખ્ય “નિર્ભય બનો” નો સંદેશો આત્મસાત કરવા હાકલ કરી હતી.
જયભાઈ વશીએ આગળ જણાવ્યું કે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરવાથી કઈ લાભ નહિ થાય, જીવનના દરેક મૂલ્યો આપણી સનાતન સંકૃતિમાં મળે છે માત્ર એના માટે મનના દ્વાર ખોલવા પડે છે, પોતાના સર્જન થકી યુવાનો ક્યાંય પણ પહોંચી શકે છે બાદ એમને વિરાટ કોહલીનું ઉદાહરણ આપી જણાવ્યું કે વિરાટ કોહલી પોતે સફળ થયા બાદ પણ રોજ છ કલાક પ્રેક્ટિસ કરે છે એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાના સાધનાના બળે જ આગળ વધી શકે છે, ઈશ્વરે દરેકને એક સરખી શક્તિઓ એપીઆપી છે બસ માત્ર તેને ઓળખવાની ખુબ જરૂર છે, અતંમેં તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે માણસ આજે પાંચ કરોડના બંગલામા પાંચ મોબાઈલ રાખતો હશે પણ પાંચ પુસ્તકો નહિ રાખતો હોઈ એમાં જણાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિવેકાનંદજીના પુસ્તકોને જ પોતાના દોસ્ત બનાવવા અનુરોધ કર્યો હતો.
શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી ગુણેશાનંદજી મહારાજે જણાવ્યું કે વિવેકાનંદજીના મૂળમંત્ર ઉઠો જાગો અને દયેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો દ્વારા સ્વામી વિવેકાનંદજી યુવાનોને આળસમાંથી જાગવાનું કહે છે, એમના પુસ્તકો અખૂટ પ્રેરણાનો સ્ત્રોત છે, કેટલાય યુવાનોના જીવનમાં અને એમની શૈક્ષણિક કારકિર્દીમાં સંપૂર્ણ આર્ક આપતા આ પુસ્તકોનું દરરોજ વાંચન વાંચી એમનું ચિંતન કરી જીવનમાં આત્મસાત કરી જીવનેન નવપલ્લવિત કરવા યુવાનોને વિવિધ ઉદાહરણો આપી સમજાવ્યું હતું, ફિલ્મ કલાકારો ડાયલોગ બોલી પિકચરોમાં કામ કરી કરોડો કમાઈ છે પરંતુ આજના યુવાનો એ ડાયલોગ જોઈને પૈસા અને સમયની બરબાદી કરી મનમા કચરો નાખવાનું કામ કરી રહ્યો છે એમ જણાવી એમને “આળસમાંથી ઉઠવાનું અને વિવેકમાં જાગવાનું” જણાવી શું કરવું અને શું નહિ કરવું એનો ખ્યાલ રાખી જીવન જીવનનો પ્રયત્ન કરવા જણાવ્યું હતું, અંતમાં રવિવાર હોવા છતાં નગરના મહાનુભાવો શાળા -કોલેજના આચાર્યશ્રીઔ, શિક્ષક ભાઈ-બહેનો, યુવાનો આટલી મોટી સંખ્યામાં જોડાયા એ બાદલ સૌને અભિનંદન આપી બિરદાવ્યા હતા
કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓએ સ્વદેશમંત્રનું ઉચ્ચારણ કર્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે આટોપી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!