વલસાડ જિલ્લા માર્ગ સલામતી કમિટીની બેઠક જિલ્લા અધિક કલેકટર એ.આર.જ્હાના અધ્યક્ષસ્થાને મળી: એન એચ ૪૮ ઉપર તમામ ઓવરબ્રિજની લાઈટો સત્વરે કાર્યરત કરવા અને સ્પીડ લિમિટના બોર્ડ લગાવવા સૂચના અપાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા કલેકટર શ્રીમતી એ.આર.જ્હાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતીની કમિટીની બેઠક યોજાઇ હતી.
અધિક કલેકટરશ્રીએ બેઠકની શરૂઆતમાં અગાઉની માર્ગ સલામતીની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. જિલ્લા માર્ગ સલામતી બેઠકમાં રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે અને જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ માગ સલામતી બાબતે અગાઉની બેઠકમાં ચર્ચેલા મુદ્દાઓ ઉપર સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી બાકી રહેલી કામગીરીને સત્વરે પૂરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન સૂચનો જણાવ્યા હતા.
આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા એન એચ ૪૮ ઉપર તમામ ઓવરબ્રિજની લાઈટો સત્વરે કાર્યરત કરવા, નેશનલ હાઈવે ૪૮ તેમજ પંચાયત અને આર.એન.બી હસ્તકના રોડ ઉપર સ્પીડ લિમિટના બોર્ડ લગાવવા, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ મુજબ પદ્ધતિસર કાર્ય કરવા તથા તમામ રોડ સેફ્ટી કમિટીના અધિકારીઓને માર્ગ સલામતી મંથ ૨૦૨૫ અંતર્ગત પોતાની કચેરી ખાતે રોડ સેફ્ટી અંગેના કાર્યક્રમો કરવા વિગેરે વિવિધ વિગતો સહિતના મુદ્દાઓ જિલ્લા અધિક કલેકટર સમક્ષ રજૂ કર્યા હતા.
બેઠકમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એ.કે.વર્મા અને ભાર્ગવ પંડ્યા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર એન્ડ બી, વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!