કારમાં સવાર 4 શખ્સો નિસિશ શાહ ઉપર તલવારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થયા હતા
વલસાડ:તાપીના વ્યારામાં 14મેએ નિસિષ શાહ નામનાં બિલ્ડર પોતાની મોટર સાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા. આ સમયે વ્યારાના શનિદેવ મંદિર ચાર રસ્તા ઉપર કારમાં સવાર 4 અજાણ્યા શખ્સોએ નિસિશ શાહ ઉપર તલવારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થયા હતા. આ મામલે, વ્યારા પોલીસ અને તાપી એલસીબી ટીમ બનાવી તેમજ ક્રાઇમ બ્રાંચ સુરત ટીમની મદદથી આરોપીઓને પકડી હતા.તાપી પોલીસની તપાસ દરમિયાન જે જગ્યા પર સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી ગુનામાં સંડોવાયેલા અનેક શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કરતા શકમંદ પરિમલ જશવંત સોલંકી અને સંજય ઉર્ફે ટીકલો ગોવિંદ રબારી (કરમટીયા) ઓની ઉંડાણપુર્વક પૂછપરછ કરાતા બન્ને આરોપીઓએ ગુનાની હકીકત જણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, નવીન ભવરલાલ ખટીક મારવાડી અને તેના મિત્રો પ્રતીક ચુડાસમા, નવીન ઉર્ફે રિવ ચુડામણ, દેવા મરાઠી તથા મન્નુ માલીયાને વ્યારા બોલાવી નવીન ખટીકે પોતાના જૂના ઘરમાં ચારેય જણાને આસરો આપી પોતાની પાસેની સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની કેયુવી ફોરવ્હીલ ગાડી નં. GJ-05-JP-2445 આપેલી હતી.આ બાબતે પોલીસે સત્વરે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
વધુ તપાસમાં આરોપી પરિમલ સોલંકી પહેલાથી જ પ્રતીક ચુડાસમા તથા નવીન ઉર્ફે રવિ ચુડામણને ઓળખે છે એવું તેણે પોલીસને જણાવ્યું હતું. પ્રતીક ચુડાસમા અને નવીન ઉર્ફે રવિ ચુડામણ અમરોલી સુરતમાં છે. તેવી માહીતીને આધારે વ્યારા પોલીસ અને તાપી એલસીબી ટીમ બનાવી તેમજ ડીએસપી ક્રાઇમ બ્રાંચ સુરત ટીમની મદદ મેળવી સુરતમાં આરોપીની તપાસમાં મોકલતા આરોપી પ્રતીક ચુડાસમા તથા નવીન ઉર્ફે રિવ ચુડામણ મળી જતા આરોપીઓની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, બિલ્ડરની હત્યામાં સોપારી આપનાર નવીન ખટિક અને બિલ્ડરની હત્યામાં શામેલ બીજા અન્ય બે 2 આરોપીઓ હજીપણ ફરાર છે.