મકરસંક્રાંતિ પૂર્વે વલસાડ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ટોલ ફ્રી નંબર અને માર્ગદર્શિકા જારી: પતંગ ચગાવતી વેળા શું કરવુ અને શું નહીં કરવુ તે અંગે જાહેર જનતાને અવગત કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘ચુમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ’’. આગામી દિવસોમાં હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે આકાશને રંગબેરંગી પતંગો સાથે રંગી દેવાનો મકરસંક્રાંતિ પર્વ આવી રહ્યો છે ત્યારે નાના બાળકો દ્વારા અત્યારથી ઉત્સાહભેર પતંગ ચગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જો કે આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ક્લેકટર ક્ચેરી વલસાડના સૌજન્યથી મકરસંક્રાંતિ પર્વ સંદર્ભે હેલ્પલાઈન નંબર અને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
કોઈપણ દુર્ઘટના/આપત્તિ સમયે વલસાડ જિલ્લા કંટ્રોલરૂમ/ ટોલ ફ્રી નં – ૦૨૬૩૨-૨૪૩૨૩૮/ ૧૦૭૭, ઈમરજન્સી ટોલ ફ્રી નં- ૧૦૮ અને કરુણા અભિયાન ટોલ ફ્રી નં- ૧૯૬૨ ડાયલ કરવું.

આટલુ કરો…
•પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો.
•માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો.
•પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાત્રી કરો.
•માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહો.
•ધાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનુ પસંદ કરો.
•પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે.
•ત્રણ સ યાદ રાખો. સમજદારી, સદભાવ અને સાવચેતી
•સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળો. પક્ષીઓનુ જીવન બચાવીએ.

આટલુ ના કરો….
•સીન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરી થી પક્ષીઓ ઘાયલ થાય છે.
•વીજળીના તારમાં ફ્સાયેલા અને સબસ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો.
•લુઝ કપડા ન પહેરવા,માથે ટોપી પહેરવી.
•મકાનોના ગીચ વિસ્તારમાં પતંગ ચગાવવા નહિ.
•ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો.
•પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરથી છત ઉપરથી પતંગ લેવા દોડવુ નહિ.
•થાંભલામાં કે મકાનમાં ફ્સાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંક્વો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!