ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત દ્વિતીય રાજ્યકક્ષાની પારનેરા ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૨૪- ૨૫માં વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજના કુલ ૩૦ ભાઈઓ અને ૨૨ બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાઈઓની કેટેગરીમાં દેવાંગ ટંડેલ ત્રીજા ક્રમે વિજેતા બની રૂ.૧૫૦૦૦ રોકડ ઇનામ અને બહેનોના વિભાગમાં કુ.અનીતા ડોકિયા પાંચમાં ક્રમે વિજેતા બની રૂ.૧૦૦૦૦ રોકડ ઇનામ હાંસલ કર્યું હતું. જેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા. કોલેજનું ગૌરવ વધારનાર દેવાંગ ટંડેલ અને અનીતા ડોકિયાને કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી વિજયકુમાર ચાંપાનેરી, શા.શિ. પ્રા.મુકેશભાઈ પટેલ તેમજ સમગ્ર ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફે અભિનંદન આપી અગાઉની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી.