રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો વાપીમાં પ્રવાસ કાર્યક્રમ

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા. ૩ જાન્યુ. ૨૦૨૫ના રોજ શુક્રવારે સવારે ૯ કલાકે કચ્છ જૈન સમાજ- વાપી દ્વારા વાપી જીઆઈડીસીમાં રોફેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કચ્છી ટ્રેડ ફેરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૯-૩૦ કલાકે વાપી વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે વાપી પ્રોપર્ટી એકસ્પો- ૨૦૨૫માં ઉપસ્થિત રહેશે. ઉક્ત કાર્યક્રમ બાદ વાપી જીઆઈડીસીમાં ચાર રસ્તા પાસે પ્લોટ નં. સી-૫/૧૦૧માં પ્રાદેશિક મેનેજરની કચેરીમાં સર્વગ્રાહી વિકાસ બાબતેની અમલીકરણ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠક પૂર્ણ થયા બાદ મત વિસ્તારની મુલાકાત લેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!