ગુજરાત એલર્ટ | પારડી
પારડી શહેરની સૌથી મોટી સાંઈ સંગ્રીલા સોસાયટીમાં વર્ષ દરમ્યાન દરેક ઉત્સવ,તહેવાર, પ્રસંગો ધામધૂમ સાથે આનંદ ઉત્સાહથી ઉજવે છે. સાંઈ સંગ્રિલા પ્રીમયર લેગ્યુ નાઈટ બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટની ગત વર્ષથી શરૂઆત કરી હતી. આ વર્ષે SSPL સેસન -2 નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સોસાયટીના રહેવાસીઓ પૈકી 12 થી 68 વર્ષની વયના 72 રમતવીરોએ ભાગ લઈ એક ટીમના 8 ખેલાડીઓ એમ કુલ 9 ટીમ બનાવી 6-6 ઓવરોની મેચો રમાડવામાં આવી હતી. સર્વે સોસાયટી પરિવારો જેમાં વડીલો, બાળકો, બહેનો, યુવાનોએ 2 દિવસ ચાલેલી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખુબ જ આનંદ-ખુશી વ્યક્ત કરી હતી.
ખૂબ જ રસપ્રદ રમાયેલ મેચોમાં ઓનર ધર્મેશભાઈ મોદીની ટીમ મોદી ટાઇટન વિજેતા બની હતી. જ્યારે રનર્સ અપ ટીમ ઓનર નિકુંજભાઈ હડીયાની ટીમ હડિયા હિકર રહી હતી. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ અને બેસ્ટ બેસ્ટમેન શિવાંગ કનેરિયા,બેસ્ટ બોલર વૈભવ દિપાની, બેસ્ટ ફીલ્ડર ધર્મેશ મોદી રહ્યા હતા. 9 ટીમના ઓનરોને પણ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સોસાયટીના પ્રમુખ અશોક પ્રજાપતિ, સેક્રેટરી અંકિત દેસાઇ, હિમાશુંભાઇ દેસાઇ, બ્રિજેશ પટેલ, મનોજ પટેલ, અતુલ કનેરિયા, દિપેશ દેસાઇ સહિત સોસાયટીની કમિટીએ અને આયોજકોએ ખૂબ જ જહેમત ઉઠાવી સફળતા પૂર્વક ટૂર્નામેન્ટનું આયોજન કર્યુ હતું.