ગ્લોબલ વોર્મિંગની અસર?
હવે અડધો મે મહિનો પત્યા બાદ જ કેરીની સિઝન શરૂ થાય છે

આ વર્ષે વલસાડી હાફૂસનો પાક ઓછો હોવાનું જોવા મળ્યું છે તો બીજી તરફ કેસર કેરી મોટા પ્રમાણમાં  છે. વલસાડ જિલ્લામાં આવેલી આંબાવાડીઓમાં કેરીનો પાક ઉભો છે પરંતુ કેરી નાની અને કુમળી હોવાથી ખેડૂતો-વેપારીઓ તોડી શકતા નથી.

વલસાડ

જગવિખ્યાત એવી વલસાડી હાફૂસ કેરી વલસાડ કેરી માર્કેટ માં  વેચાણ માટે મોટા પ્રમાણમાં આવવા માંડી છે.  તો બીજી તરફ મોસમ બદલાતા કમોસમી વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતો અને કેરીના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. 

 છેલ્લા બે-ત્રણ વર્ષથી ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીનો પાક પાછળ જઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ તો વલસાડ કેરી માર્કેટમાં એપ્રિલ મહિનામાં કેરી વેચાણ માટે આવી જતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેરીની આવક મે મહિનાના શરૂઆતમા કે 15 મે પછી આવતી હોય છે. જૂન મહિનામાં વરસાદ પડતો હોય જેથી કરી આંબાવાડીમાં કેરીના પાકને ખેડૂતો કેરીનો વેપારીઓ સમયસર તોડી શકતા નથી. જેના કારણે ખેડૂતો અને વેપારીઓને કેરીમાં મોટી ખોટ જતી હોય છે. વલસાડ શહેરના બેચર રોડ પર આવેલી કેરી માર્કેટમાં 15 મેથી  કેરીની આવક શરૂ થઈ છે. વલસાડના કેરીના મોટા વેપારી આશુતોષ રવીન્દ્રનાથ મિશ્રાએ જણાવ્યું કે કેરીનો પાક પાછળ હોવાથી કેરી દાણો તૈયાર ન હોય ખેડૂતો 15 મે થી કેરીઓ બજારમાં વેચાણ માટે લાવી રહ્યા છે. એક સમયે જગવિખ્યાત એવી વલસાડી હાફૂસ કેરી લેવા માટે લોકોની પડાપડી થતી હતી. અને હાફૂસ કેરી વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતી હતી. ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીનો પાક પાછળ જઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં આવેલી આંબાવાડીઓમાં કેરીનો પાક ઉભો છે પરંતુ કેરી નાની અને કુમળી હોવાથી વેપારીઓ તોડી શકતા નથી. જેના પગલે વલસાડ કેરી માર્કેટમાં કેરીની ઓછી માત્રામાં આવક થાય છે. આ વર્ષે વલસાડી આફૂસનો પાક ઓછો હોવાનું જોવા મળ્યું છે તો બીજી તરફ કેસર કેરી મોટા પ્રમાણમાં  છે.

બોક્સ
કેટલીક આંબાવાડીઓમાં ભારે પવનના પગલે કેરીઓ તૂટી પડી

તૌકતે નામનું વાવાઝોડુંના પગલે વલસાડ જિલ્લામાં પવન સાથે વરસાદ પડતા કેરીના પાકને નુકશાન જતા ખેડૂતો અને વેપારીઓ ચિંતામાં મુકાયા છે. કેટલીક આંબાવાડીઓમાં ભારે પવનના પગલે કેરીઓ તૂટી પડતાં ખેડૂતોને મોટી ખોટ થઈ રહી છે. વલસાડ કેરી માર્કેટ મા કેસર હાફુસ,  રાજાપુરી, દેશી કેરી સહિતની કેરીઓ આવી રહી છે. પરંતુ હાલમાં કમોસમી વરસાદ પડવાના કેરીના ભાવો નીચા  રહ્યા છે.વલસાડ કેરી માર્કેટમાં કેરીનો આવકની સાથે વેપારીઓ અને ખેડૂતો  કેરીનો ધંધો કરવાની આશા લઈને બેઠા હતા. આ વર્ષે કેરીના  વેપારીઓ અને ખેડૂતોને કુદરત અને નસીબ કેટલો સાથ આપે તે આવનારો સમય બતાવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!