વલસાડ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી. વલસાડ ખાતે સુશાસન દિવસ અંતર્ગત મેગા ઈવેન્ટ યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. નનકવાડા બેંક કોલોની વલસાડ ખાતે ભુતપૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ.અટલ બિહારી વાજપેઈની ૧૦૦મી જન્‍મ જયંતી “સુશાસન દિવસ” ની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમીતભાઈ શાહના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહકારથી સમૃધ્ધિ” ના વિઝનને સાકાર કરવા નવી રચાયેલ M-PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીની રચના સંદર્ભે મેગા ઈવેન્ટ જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, વલસાડની કચેરી દ્વારા મુખ્ય મહેમાન વલસાડ જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ લી. ના ઉપપ્રમુખ સુધાબેન પટેલ, નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર સોનાલીબેન અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના સહકારી આગેવાનો તથા નવી રચના થયેલ M-PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો તથા સભાસદો બહોળી સંખ્યામાં આમંત્રીતોની ઉપસ્થિતિમાં ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
આ મેગા ઈવેન્ટમાં “સહકારથી સમૃધ્ધિ” ના વિઝનને સાકાર કરવાના ધ્યેયને કઈ રીતે સાકાર કરી શકાય તેમજ M-PACS, Dairy અને Fisheries થકી સભાસદોનો આર્થિક તેમજ સામાજીક વિકાસ કરી દેશના વિકાસમાં કઈ રીતે ભાગીદાર થઈ શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ ગ્રામ પંચાયતો સહકારી સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને સહકારી મંડળીઓ થકી કામગીરી કરે તો “સહકાર થી સમૃધ્ધિ” નું વિઝન સાકાર થઈ શકે તેમ છે તેમ જણાવાયું હતું. મંત્રીશ્રી અમીતભાઈ શાહ દ્વારા આવનાર પાંચ વર્ષમાં દેશમાં ૨,૦૦,૦૦૦ જેટલી પેક્સ, ડેરી, ફિશરીઝ મંડળીઓની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે. જે પહેલના ભાગરૂપે દેશમાં આજની સ્થિતિએ ૧૦,૦૦૦ જેટલી નવી પેક્સ, ફિશરીઝ, ડેરીની રચના કરવામાં આવેલ છે તેમ જણાવેલ. વધુમાં પેક્સનું કોમ્પ્યુટરાઈઝેશન તથા બહુહેતુક બનાવી ગ્રામ્ય કક્ષાએ સી.એસ.સી.સેન્ટરો, જનઔષધિ કેંદ્રો, ખાતર વિતરણ કેંદ્ર, પેટ્રોલ-ડીઝલ વેચાણ, વિગેરે જેવી કામગીરી પેક્સ કરશે. જેના થકી ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો વધેશે તથા લોકોની સુખાકારીમાં વધારો થશે. વધુમાં જણાવેલ છે કે દેશની કોઈપણ પંચાયત પેક્સ, ફિશરીઝ તથા ડેરીથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!