ગુજરાત એલર્ટ | વલસાડ
મોડેલ સ્કૂલ, માલનપાડાના વિદ્યાર્થીઓએ સરકારી ITI ધરમપુર અને પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં બાળકોને વિવિધ પ્રકારના વોકેશનલ કોર્સ જેવા કે વાયરમેન, ઇલેક્ટ્રિકલ, ડિઝલ મેકેનિક, કોમ્પ્યુટર, વેલ્ડર, સીવણ વિશે માહિતી આપવામાં આવી..
એન.એસ.એસ.અંતર્ગત વિદ્યાર્થીઓએ કોર્ટ, સ્ટેટ હોસ્પિટલ ધરમપુર, મામલતદાર કચેરી, જન સંપર્ક કાર્યાલય અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત કરી હતી. શિક્ષકો દ્વારા આ દરેક ક્ષેત્રમાં કેવી રીતે કામગીરી થાય છે તેના વિષે માહિતી આપી હતી. વોકેશનલ શિક્ષક પરિમલ પટેલ, એન. એસ. એસ. પ્રોજેક્ટ ઑફિસર હાર્દિક પટેલ અને દિપાલીબેન ચુડાસમા કાર્યક્રમમા જોડાયા હતા. શાળાના આચાર્ય ડૉ.વર્ષા પટેલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.