ગુજરાત એલર્ટ | વલસાડ
સરકારી વિજ્ઞાન કોલેજ ભિલાડ ખાતે કોરોમંડલ (સરીગામ) અને શ્રીમદ રાજચંદ્ર સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ‘Computer Skill Development Orientation Programme’નું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં જીત સોનવાલ (Mobilization Head, Shrimad Rajchandra Skill Development Center, Dharampur) એન્ડ ટીમ (તુષારભાઇ, સુમિતભાઇ, શૈલેષભાઇ) તેમજ બ્રિજેશકુમાર (કોરોમન્ડલ, સરીગામ)એ તાજેતરમાં સરીગામ લાઇબ્રેરીમાં શરૂ થયેલ ફ્રી ઓફ કોસ્ટ કોમ્પ્યુટર ક્લાસ વિશે માહિતી પ્રદાન કરી હતી. ત્યાર પછીના જોબ પ્લેસમેન્ટ માટે વાકેફ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અત્રેની કોલેજના કેમેસ્ટ્રીના પ્રોફેસર ડૉ. દિપક ડી. ધોબી દ્વારા પ્રિન્સિપાલ ડૉ. એસ. એસ. અંધેરના અધ્યક્ષસ્થાને કરવામા આવ્યું હતું. જેમાં ૧૦૯ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ હાજરી આપી હતી.