વલસાડ
વલસાડ નજીકના પારનેરા પારડી હનુમાન મંદિરના ટ્રસ્ટીએ પિતાની પુણ્યતિથિ નિમિત્તે વલસાડની કોવિડ હોસ્પિટલમાં 800 લોકોને ફુડ પેકેટ પહોંચાડીને અનોખી રીતે ઉજવણી કરી હતી. દર્દીઓએ તેમની સેવાઓને બિરદાવી હતી
વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામે આવેલા નિત્યાનંદ પાર્કમાં રહેતા અને પારનેરા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ અંબેલાલ દેસાઈના પિતા અંબાલાલ મોરારજી દેસાઈ ૧૫મી મેના રોજ પુણ્યતિથિ આવે છે. ભુપેન્દ્રભાઈ દેસાઈએ પોતાના પોતાની પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. વલસાડ સિવિલ હોસ્પિટલ તેમજ વલસાડ નગરપાલિકા હોસ્પિટલ, પોલીસ મથકો મળી આશરે ૮૦૦થી વધુ ફૂડ પેકેટો વિતરણ કરી ખરા અર્થમાં પિતાની પુણ્યતિથિની ઉજવણી કરી હતી. ફુડ પેકેટ વિતરણમાં દિલીપભાઈ ધીરુભાઈ (કરાચીવાલા ) પારનેરાપારડી હનુમાનજી મંદિર પ્રમુખ દેવાંગભાઈ દેસાઈ, મહેશભાઈ દેસાઈ, તથા અન્ય સભ્યો હાજર રહી આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.