ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજ રમત ગમત ક્ષેત્રમાં વર્ષોથી સિદ્ધિઓ હાંસલ કરતી આવી છે. ચાલુ વર્ષે કોલેજના ખેલાડીઓ વિવિધ રમતોમાં આંતર યુનિવર્સીટી સ્પર્ધામાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો હતો. બાસ્કેટ બોલ રમતમાં એસ.વાય.બી.કોમનો વિદ્યાર્થી હિમાંશુ આહીર ગ્વાલિયર મુકામે, હોકી રમતમાં મીત પટેલ જયપુર મુકામે અને વોલીબોલ રમતમાં એફ.વાય. બી.કોમ.ની વિદ્યાર્થિની શ્રદ્ધા યાદવ રાજસ્થાન મુકામે ભાગ લેવા ગઈ હતી.
રાષ્ટ્રીય કક્ષાએ કોલેજનું પ્રતિનિધિત્વ કરી કોલેજનું ગૌરવ વધારનાર તમામ ખેલાડીઓને કોલેજ ટ્રસ્ટી મંડળના સભ્યો, કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રા. વિજયભાઈ ચાંપાનેરી, તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. કોલેજના ખેલાડીઓને જરૂરી માર્ગદર્શન શારીરિક શિક્ષણના અધ્યાપક શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.