તિથલમાં સ્વામિનારાયણ નગર ઉદ્ઘાટન સાથે રજતજંયતિ મહોત્સવનો શુભારંભ: ૧૦૨ યુગલોએ સમૂહ લગ્નોત્સવથી પ્રભુતામાં પગલાં માંડ્યા.

ગુજરાત એલર્ટ | વલસાડ
તિથલ ખાતે “સ્વામિનારાયણ નગર”ના ભવ્ય ઉદ્ઘાટન સાથે વલસાડનુ નજરાણું સમાન BAPS સ્વામિનારાયણ મંદિર તિથલની રજત જયંતિ પ્રસંગે સર્વ જ્ઞાતિ અને સર્વ ધર્મને સમાવતો ૧૦૨ યુગલોનો સમૂહ લગ્નોત્સવ અને નિ:સ્વાર્થ સેવાની પ્રેરણા આપતું સ્વામિનારાયણ નગરનનો ઉદ્ઘાટન સમારોહ આજરોજ 15 ડિસેમ્બર 2024ના ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી છેલ્લા 1 મહિનાથી આ મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી.

22 એકરની ભૂમિ પર 4000 સ્વયંસેવકના સેવા અને સમર્પણથી લોકોને સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિની પવિત્ર પ્રેરણા આપતું સ્વામિનારાયણ નગર દરેક દર્શનાર્થી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
એની સાથે સાથે આજે 102 યુગલોનો સમૂહ લગ્નોત્સવનો પ્રથમ કાર્યકમ સાથે રજત જયંતી મહોત્સવનો શુભારંભ થયો હતો. બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર તિથલના દિવ્ય અને પવિત્ર વાતાવરણમાં સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી દરેક સમાજના રીતિરિવાજોને સાથે લઇ આ નવ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા.દરેક જ્ઞાતિ અને સમાજને આવરી લેતા આ લગ્નોત્સવમાં આ તમામ યુગલોને તેમના સુખી લગ્નજીવનની શુભેચ્છા આપવા વલસાડના કલેકટર નૈમેષ દવે, વલસાડના એસ.પી. ડૉ.કરણરાજ વાઘેલા, વલસાડ- ડાંગના લોકસભાના સાંસદ અને દંડક ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ-વલસાડ, અરવિંદભાઈ પટેલ-ધરમપુર, જીતુભાઈ ચૌધરી- કપરાડા, નરેશભાઈ પટેલ-ગણદેવી, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, સરપંચ કિરીટભાઈ ટંડેલ-કોસંબા, રાકેશભાઈ પટેલ-તીથલ, ધર્મેશભાઈ પટેલ-ભાગડાવડા તેમજ બીજા પદાધિકારીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમૂહ લગ્નોત્સવમાં દરેક યુગલને કન્યાદાનમાં મંગળસૂત્ર, પાનેતરથી લઈને કબાટ અને કિચનવેર જેવી તમામ ઘરવખરી તથા જીવન જરૂરિયાતની ૨૮ જેટલી વસ્તુઓ ધર વપરાશના સમાન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી.આ યુગલોના 15000 જેટલા સગાસ્નેહીઓ પણ તેમની સાથે જોડાયા હતા. તિથલ મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીએ નવદંપત્તિઓને રૂડા આશીર્વાદ પાથવ્યા હતા અને દરેક વરરાજાને માથે તિલક કરી, હાર પહેરાવી સ્મૃતિ છબીઓનો લાભ આપ્યો હતો.

ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે તમામ આમંત્રિત મહેમાનો અને સંત મંડળ નગર ઉદ્ઘાટનમાં પધાર્યા હતા. ત્યાં નગરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વૈદિક પૂજન વિધિ કર્યા બાદ નાડાછડી ખોલી નગરના દરવાજા સમગ્ર જનતા માટે ખુલ્લા મૂક્યા હતા. બી.એ.પી.એસ વિદ્યામંદિરના બાળકોએ પરેડ અને મ્યુઝિક બેન્ડ સાથે દેશભક્તિની સુરાવલીઓ રેલી વાતાવરણને વધુ પ્રફુલિત બનાવ્યું હતું. તબક્કાવાર દરેક પ્રદર્શન ખંડમાં પણ આ જ રીતે પૂજન કરી પ્રદર્શન ખંડોને પણ દરેક દર્શનાથીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. અંતમાં તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવના લૉગોને રંગબેરંગી ફુગ્ગાઓને ગગનગામી કરાયા હતા અને ગગનભેદી જયનાદોથી નગર ઉદ્ઘાટનને વધાવી લીધું હતું. ત્યારબાદ નગરમાં નિર્માણ થયેલ સનાતન ધર્મનું આધારસ્તંભ મંદિરમાં અને પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ પાસે આરતી કરી નગરને વિધિવત્ રીતે તમામ જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

BAPS સ્વામિનારાયણ મંદિર, તીથલ
રજત જયંતી મહોત્સવ કાર્યક્રમોની રૂપરેખા

તા. ૧૫ થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪
નગર ઉદ્ધાટન અને સમૂહલગ્ન 15 ડિસેમ્બર
બ્લડ ડોનેશન કેમ્પ (૧૫ થી ૨૫ ડિસેમ્બરે)
વિશ્વશાંતિ મહાયાગ-૧ (૨૦ ડિસેમ્બર ૨૦૨૪)
વિશ્વશાંતિ મહાયાગ -૨ (૨૧ ડિસેમ્બર ૨૦૨૪)
શોભા યાત્રા (૨૧ ડિસેમ્બર ૨૦૨૪)
મંદિર યશગાથા – ૧ (૨૨ ડિસેમ્બર ૨૦૨૪)
મંદિર યશગાથા -૨ (23 ડિસેમ્બર ૨૦૨૪)
મહાઅભિષેક પૂજા (૨૪ ડિસેમ્બર ૨૦૨૪)
મહિલા સંમેલન (ડિસેમ્બર ૨૦૨૪)
મહોત્સવ મુખ્ય સભા (૨૫ ડિસેમ્બર ૨૦૨૪)

નગરના મુખ્ય આકર્ષણો

બાળનગરી જેમાં “વિલેજ ઓફ બુઝો” અને “સી ઓફ સુવર્ણા”ના વિદ્યાર્થીઓ માટેના ખાસ લાઇવ શો તેમજ બાળકોના મનોરંજન માટે ગેમ ઝોન અને મેસ્કોટ,

પ્રેરણાદાયી પ્રદર્શનો

ચલો તોડ દે યે બંધન, અવર ઇન્ડિયા-માય ઈન્ડિયા,સંત પરમ હિતકારી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય પ્રવેશ દ્વાર તેમજ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા, ભજન કુટીર, સુંદર બગીચો વગેરેનો લાભ પ્રાપ્ત થશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!