વલસાડ અને વાપીમાં ૩૮ દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પરવાના સસ્પેન્શન તથા રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વાપી તથા વલસાડ ખાતે મેડિકલ સ્ટોરોની આકસ્મિક તપાસ તા.૦૯/૧૨/૨૦૨૪ થી તા.૧૧/૧૨/૨૦૨૪ના રોજ કરવામાં આવી હતી. જેમાં રજીસ્ટર ફાર્માસીસ્ટની ગેરહાજરી, દવાઓનું વેચાણ, વેચાણ બીલ વગર દવાઓનું વેચાણ તથા પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટીક દવાઓનું વેચાણ કરતા ઝડપાયેલી કુલ ૩૮ દવાની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ડોકટરના પ્રિસ્ક્રપ્શન વગર એન્ટીબાયોટીક દવાઓનું વેચાણ થવાથી ડ્રગ રેજીસ્ટન્સ આવવાની શકયતા વધી જાય છે તેમજ સેલ્ફ મેડિકેશનથી આડઅસર થવાની શકયાતાઓ પણ વધી જાય છે જે ગંભીર બાબત છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ કચેરીના ઔષધ નિરીક્ષકો તથા સીનીયર ઔષધ નિરીક્ષકો દ્રારા આ સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. કચેરીના મદદનીશ કમિશનર ડો.એ.એસ.ઝાલાના માર્ગદર્શન હેઠળ સંયુકત ટીમ બનાવીને મેડિકલ સ્ટોરોની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર દવાની દુકાનોને નોટીસ પાઠવી પરવાના સસ્પેન્શન તથા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આવી રીતે હજુ વધુ તપાસો કરવામાં આવશે એવુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનરે અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!