ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ દરમિયાન આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી માટે મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.
ધરમપુર તાલુકાના ખેડૂતોને તિસ્કરી તલાટ ખાતે બંસીધર ગીર ગૌ શાળા તેમજ મરઘમાળ ગામ ખાતે વિજયભાઈ ભીમાભાઇ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી, જેમાં અંદાજે ૪૦૦ જેટલા ખેડૂતોએ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન આત્મા વિભાગમાંથી બ્લોક ટેકનોલોજી મેનેજર પ્રિતેશ જી. પટેલ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર પ્રણોતિ જે પટેલે હાજર રહી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.