ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકાર દ્વારા બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેડૂતોને કચવાલ ગામ ખાતે ઇલાબેન રમણભાઈ પટેલ તેમજ રોહિણા ગામ ખાતે બાલુભાઈ રૂપજીભાઈ પટેલના મોડલ ફાર્મની આત્મા પ્રોજેક્ટ દ્વારા મુલાકાત કરાવવામાં આવી હતી, જેમાં અંદાજે ૧૦૦ જેટલા ખેડૂતોએ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર દિવ્યેશભાઈ પટેલે હાજર રહી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે માહિતી પૂરી પાડી હતી.