120 આવાસના રહીશો માટે વલસાડ જીએમડીસી હાઈસ્કુલ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી
વલસાડ
વલસાડ ના દરિયા કિનારેથી તૌકતે નામનું વાવાઝોડું ફુકાવાના પગલે 40 વર્ષ જૂની એવી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલી જર્જરિત એવી 120 આવાસ વલસાડ નગરપાલિકાએ તેની અંદર રહેતા લોકોને સમજાવી ખાલી કરાવી દેવામાં આવી છે. 120 આવાસ ના રહીશો માટે વલસાડ જીએમડીસી હાઈસ્કુલ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તૌકતે નામનું વાવાઝોડું દરિયા કિનારેથી પસાર થવાની આગાહી આપવામાં આવી છે જેના પગલે વલસાડ જિલ્લા કલેકટર વહીવટીતંત્ર દોડતું થઇ ગયું છે ત્યારે વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલી ૪૦ વર્ષ જુની એવી એક પાલિકાની જર્જરિત બનેલી 120 આવાસ મા રહેતા રહીશોને ગઈકાલે રાત્રે વલસાડ નગરપાલિકાએ આગામી તારીખ 17- 18 -19 એમ ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વાવાઝોડું ફુકાવાના પગલે 120 આવાસ ના રહીશોને સ્થળાંતર કરવા માટે લાઉડ સ્પીકર મારફતે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાના કર્મચારીઓએ ફ્લેટ તથા દુકાન માલિકોને એમને ત્યાં જઈ સમજાવવામાં આવ્યા હતા. 120 આવાસ ના રહીશોને વાવાઝોડાના પગલે ખાલી કરાવાયા બાદ તેઓને તેઓના સગા-સંબંધી કે અન્ય જગ્યાએ રહેવા માટે જણાવાયું છે કે જે લોકો બીજી જગ્યાએ રહેવા નહીં જઈ શકે તો તેઓ ને રહેવા માટે વલસાડ નગરપાલિકા સંચાલિત જીએમડીસી હાઈ સ્કુલ તેમજ પાલિકા સ્પોર્ટસ કોમ્પલેકસમાં તેઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.