ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી રેલવે સ્ટેશનના મુંબઈ તરફના ભાગે થાંભલા નં. ૨૦૬/૬ પાસે ડીએફસીસી રેલવે લાઈનની ડાઉન લાઈન ઉપર તા. ૨૬/૧૧/૨૦૨૪ના રોજ રાત્રિના ૦૯-૩૭ કલાકે એક અજાણ્યો ૪૦ થી ૪૫ વર્ષીય પુરૂષ અડફેટે આવી જતા કમરના ભાગેથી કપાઈ ગયો હતો. જેના પગ અને ધડ અલગ થઈ જતા ઘટના સ્થળે મોતને ભેટયો હતો. જેના વાલી વારસો મળી આવ્યા નથી. મૃતકે શરીર પર કાળા કલરનું શર્ટ, ગરમ જેકેટ અને રાખોડી કલરનો પેન્ટ પહેર્યો હતો. જે શરીરે પાતળો બાંધો, શ્યામ વર્ણ અને પાંચ ફૂટ છ ઈંચ ઉંચાઈ ધરાવે છે. જમણા હાથ પર શ્રીરામ અને ડાબા હાથ પર વિંછીનું છુંદણુ કોતરાવેલુ છે. જે કોઈને પણ આ અજાણ્યા મૃતકના વાલી વારસોની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ મથકે ફોન નં. ૬૩૫૯૬૨૬૧૨૫ ઉપર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.