ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ: પશુપાલકે રાજ્ય સરકારના ફરતા પશુ દવાખાનાની સેવા માટે ૧૯૬૨ પર કોલ કરી ટીમને બોલાવી હતી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંકડબન ગામમાં એક પશુપાલક દ્વારા ફરતું પશુ દવાખાનાની સેવા માટે ૧૯૬૨ નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. જેથી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટે સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યાં તપાસ કરતા માલૂમ પડ્યુ કે, ગાયના ૪ મહિનાના બચ્ચા (વાછરડી) ને પેટમાં સારણ ગાંઠ છે. જેથી પશુ ચિકિત્સક દ્વારા વધુ તપાસ કરતા ગાયના બચ્ચાને હરણીયા હોવાનું જણાયુ હતું.
ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના ડો.હાર્દિકભાઈ, પરીમલભાઈ, પાઇલોટ અશોકભાઈ અને નિતેશભાઈએ મળીને હરણીયાને મૂળમાંથી કાઢી ઓપરેશન કર્યું હતું. રાજ્ય સરકારની આ સેવાથી ગાયનુ બચ્ચુ હરણીયાના દુખાવામાંથી મુકત થતા તેનો જીવ બચાવવામાં આવ્યો હતો જે બદલ પશુમાલિક EMRI green health services સંસ્થા અને એમના ડોક્ટરો તથા પાયલોટને અભિનંદન પાઠવી આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!